Saturday, October 12, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં કોરોનાથી અત્યાર સુધીના સૌથી વધુ મોત, આજે 2.67 લાખ કેસ નોંધાયા

દેશમાં કોરોનાથી અત્યાર સુધીના સૌથી વધુ મોત, આજે 2.67 લાખ કેસ નોંધાયા

- Advertisement -

દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મૃત્યુઆંક સતત વધતો જઈ રહ્યો છે. ગત દિવસે કોરોનાને કારણે રેકોર્ડ બ્રેક 4,525 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અત્યારસુધી નોંધાયેલાં મોતના આંકડામાં આ સૌથી વધુ આંક હતો. પરંતુ આજના મૃતકઆંકે નવો રેકોર્ડ સર્જ્યો છે. છેલ્લા 24કલાકમાં કોરોનાથી 4529 લોકોના મૃત્યુ થયા છે.જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે.

- Advertisement -

કોરોના વાયરસના નવા કેસની વાત કરીએ તો, દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.67 લાખ નવા કેસ નોંધાયા છે, હવે દરરોજ આવતા નવા કેસ 3 લાખની નીચે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 20.08 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.એટલે કે છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવિટી દર 13.31 ટકા નોંધવામાં આવ્યો છે. દેશમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ અગાઉ 20-25 ટકાની વચ્ચે પહોંચી ગયો હતો.

દેશમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, સક્રિય કેસ પણ સતત ઘટી રહ્યા છે અને કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. પરંતુ કોરોનાથી દૈનિક મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે

- Advertisement -

સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે વિશ્વના બીજા દેશોની સરખામણીએ આપણી સ્થિતિ સારી છે. દેશની કુલ વસતિનો લગભગ 1.8 હિસ્સો અત્યારસુધીમાં બીમારીથી પ્રભાવિત થયો છે. આપણે સંક્રમણનો ફેલાવો 2 ટકાથી ઓછી વસતિમાં રોકવામાં સક્ષમ છીએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular