સીંગલ ડોરના ફ્રીઝરની સામાન્ય સમસ્યા એટલે કે વારંવાર ફ્રીઝરમાં બરફના થર જામી જવા જેના કારણે ઘણી વખત બરફની ટ્રે પણ એ થરમાં જામી જાય છે અને મહેમાન આવે ત્યારે આપણે બરફની ટ્રે પણ કાઢી ના શકીએ તેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. આ થર ના જામે તેના માટે આટલું ટ્રાય કરો.
ફ્રીઝરમાં બરફ જામવાની સમસ્યાથી બચવા માટે દરવાજો ઝડપથી ખોલો અને બંધ કરો વગેરે જેવા કેટલાંક ઉપાયો જાણીએ. ડીપ ફ્રીઝરમાં વધુ પડતો બરફ જમા થવો એ સૌથી સામાન્ય સમસ્યા છે. ખાસ કરીને જ્યારે આપણે લાંબા સમય સુધી રેફ્રીજરેટરનો ઉપયોગ કરીએ છીએ. ઉનાળામાં તેનો વધુ ઉપયોગ થાય છે પરંતુ, શિયાળામાં પણ રેફ્રીજરેટર બંધ કરવામાં આવતું નથી જેના કારણે ફ્રીઝરમાં ધીમે ધીમે બરફ જમા થવા લાગે છે. આનાથી અંદરની જગ્યા ઓછી થાય છે અને દરવાજો પણ યોગ્ય રીતે બંધ થતો નથી. ફ્રીઝર પર દબાણ વધે છે અને તેની કાર્યક્ષમતા ઘટે છે. સારી વાત એ છે કે, કેટલીક સરળ આદતલો અપનાવીને આ સમસ્યાથી બચી શકાય છે.
પહેલી અને સૌથી મહત્વની વાત એ છે કે, જ્યારે તમે ફ્રીજનો ઉપયોગ કરો છો ત્યારે તેનો દરવાજો ઝડપથી ખોલો અને બંધ કરો જો દરવાજો લાંબા સમય સુધી ખુલ્લો રાખવામાં આવે છે તો બહારથી ગરમ હવા અંદર પ્રવેશ કરે છે જે ભેજ વધારે છે. અને બરફનું નિર્માણ કરે છે. આવી સ્થિતિમાં દર વખતે વસ્તુઓ બહાર કાઢતી વખતે ધ્યાનથી ખોલવો અને ફટાફટ બંધ કરવો. બીજું જે લોકો જગ્યા બચાવવા માટે ફ્રીજને દિવાલને ખૂબ નજીક રાખે છે પરંતુ આમ કરવાથી વેન્ટીલેશન બંધ થઈ જાય છે અને ગેસ બહાર નિકળી શકતો નથી. પરિણામે ફ્રીઝરની આસપાસ બરફ ખુબ જ ઝડપથી બનવા લાગે છે. આટલા માટે ફ્રીજને દિવાલથી થોડું દૂર રાખવું મહત્વપુર્ણ છે.
ત્રીજું ઘણીવખત એક ભુલ થાય છે કે, ગરમ ખોરાક કે વસ્તુઓ તરત જ ફ્રીજમાં મુકી દેવી આનાથી ફ્રીઝરમાં ભેજ ઉત્પન્ન થાય છે જે પાછળથી બરફમાં ફેરવાઈ જાય છે તેથી તમારી પાસે જે પણ ખોરાક હોય તેને પહેલાં રૂમના તાપમાને ઠંડુ કરો પછી તેને ફ્રીજમાં રાખો. ઘણી વખત લોકો ફ્રીઝરને સંપૂર્ણપણે વસ્તુઓથી ભરી દે છે. ખાસ કરીને ઉનાળામાં આનાથી અંદર હવાનો પ્રવાહ અટકી જાય છે અને બરફ વધુ બનવા લાગે છે. હંમેશા ધ્યાનમાં રાખો કે ફ્રીઝરમાં થોડી ખાલી જગ્યા હોવી જોઇએ. જેથી ઠંડી હવા સરળતાથી દરેક ખુણામાં પહોંચી શકે અને સિસ્ટમ સરળતાથી કામ કરતી રહે. તો આ ઉપાયો કે ટ્રીક દ્વારા તમે ફ્રીઝરમાં જામતા બરફના થરથી મુક્તિ મેળવી શકો છો. જેના દ્વારા વિજળી વપરાશ પણ નિયંત્રણમાં રહે છે.