ભારતીય રસોડું એક ઔષધિઘર પણ છે આ રસોડામાં ઉપલબ્ધ મસાલા માત્રા સ્વાદ જ નહીં પરંતુ, સ્વાસ્થ્ય પણ આપે છે. લવિંગ એ રસોડામાં હાજર એક મસાલો છે જેનો ઉપયોગ સ્વાદ અને સુગંધ વધારવા માટે થાય છે. જો તમે રાત્રે સુતા પહેલાં દરરોજ બે લવિંગ ખાઓ છો તો તે શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે. કારણ કે, તેમાં વિટામીન સી, વિટામીન કે, વિટામીન ઈ, વિટામીન બી-6, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક, મેંગેનિઝ, આર્યન જેવા ગુણધર્મો છે તેનું સેવન પેટની સમસ્યાવાળા લોકો માટે રામબાણથી ઓછું નથી એટલું જ નહીં લવિંગનું સેવન દાંતના દુ:ખાવામાં પણ રાહત આપે છે તો ચાલો જાણીએ તેનું સેવન કોણે કરવું જોઇએ.
- લવિંગમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માગતા હોય તો રાત્રે સુતા પહેલાં લવિંગનું સેવન કરી શકો છો.
- કબજિયાત, ઝાડા, એસિડીટી વગેરેથી રાહત મેળવવા માટે પણ તમે રાત્રે સુતા પહેલાં લવિંગને પાણી સાથે ખાઈ શકો છો.
- જો તમને દાંતનો દુ:ખાવો છે, પેટામાં દુ:ખાવો છે, સોજા વાળા પેઢા અથવા તો પાયોરિયા સંબંધિત સમસ્યાઓ હોય તો તમે નિયમિત પણે રાત્રે બે લવિંગને નવસેકા પાણી સાથે ખાઈ શકો છો.
- લવિંગમાં એન્ટીસેટિક અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે શરદી, ઉધરસ અને ગળાના દુ:ખાવામાં રાહત આપવામાં મદદ કરી શકે છે.
- લવિંગમાં એન્ટી ઓક્સિડેન્ટ અને વિટામિન સી હોય છે. જે શરીર રોગપ્રતિકારક શકિતને મજબુત બનાવવામાં મદદ કરે છે.
- બ્લડસુગરના દર્દીઓ માટે લવિંગનું સેવન ફાયદાકારક છે. લવિંગમાં રહેલું યુજેનોલ તત્વ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ઘણાં અભ્યાસો દર્શાવે છે કે લવિંગ ઈન્સ્યુલિનનું ઉત્પાદન પણ વધારી શકે છે.
- જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)