Tuesday, April 16, 2024
Homeરાજ્યજામનગરજિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું

જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું

- Advertisement -

ગઇકાલે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જામનગરમાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નયનાબેન પરમારના હસ્તે ધ્વજવંદન કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

જિલ્લા પંચાયતમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નયનાબેન પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ઉપસ્થિત કીર્તનબેન તથા જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોના અધિકારીઓ, સાથી સદસ્યો તથા કર્મચારીઓને શુભકામના પાઠવું છું અને માતૃભૂમિની રક્ષા કાજે બલિદાનો આપનારા વિર જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરું છું. સ્વાતંત્ર્ય દિને જિલ્લા પંચાયતના અધિકારીઓ, પદાધિકારીઓ અને સૌ કર્મચારીઓના ત્રિવેણી સંગમ થકી આપણે સૌ જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા રહીશું તેવો સંકલ્પ કરીએ જેથી ખરા અર્થમાં આ ઐતિહાસિક પર્વની ઉજવણી સાર્થક બની રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હર ઘર તિરંગાના આયોજનરુપે જામનગર જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં 47500 રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું આયોજન ગ્રામસભાઓ યોજી ઘરે-ઘરે તિરંગો લહેરાવા માટે લોકજાગૃતિ અભિયાન કરી ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા છે. આ અભિયાનથી ગ્રામ્યના છેવાડાના માનવી સુધી દેશભક્તિની ભાવના ઉજાગર થઇ અને નવી ઉર્જાનો સંચાર થયો છે. વિશેષમાં તાજેતરમાં પશુઓને લમ્પિ વાયરસના રોગના કારણે જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા આશરે 1,15,0000થી વધુ પશુઓને રસિકરણ કરવામાં આવ્યું હતું અને જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી 66000 પશુઓ માટે વેક્સિનની ખરીદી કરી પશુઓને મોતના મુખમાંથી બચાવવામાં આવ્યા હતાં. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઉપપ્રમુખ તરીકે તેમના સૌપ્રથમ ધ્વજવંદન દરમિયાન રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે સૌને શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઇ બોરસદીયા, બાંધકામ સમિતિના ચેરમેન કે.બી. ગાગીયા, પ્રમુખના પીએ હસમુખભાઇ વોરા, બાંધકામના અધિક્ષક છૈયાભાઇ, ડે.ઇજનેર જયવીરસિંહ ચુડાસમા તથા અન્ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular