પંજાબના મોગાના કસ્બા બાઘાપુરાનાના ગામ લંગિયાના ખુર્દની પાસે ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટ મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં પાઇલટ અભિનવે મિગ-21થી રાજસ્થાનના સૂરતગઢથી હલવારા અને હલવારાથી સૂરતગઢ માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન બાઘાપુરાના પાસે તેમનું ફાઇટર જેટ ક્રેશ થઈ ગયું હતું અને પાઇલટ અભિનવ ચૌધરીનું નિધન થયું છે. તેના મૃતદેહને તેમના વતનમાં લઈ જવામાં આવ્યો હતો.
આ સમયે દેશના લાખો લોકો જે વાત કરી રહ્યા છે તે જ વાત અભિનવના પિતાએ રડતા-રડતા બે હાથ જોડીને કરી હતી. તેમણે સરકારને અપીલ કરી હતી કે, હવે દેશમાં મિગ-21 વિમાનો પર પ્રતિબંધ મુકવો જોઈએ. દેશના યુવાનો જુના પુરાણા વિમાનો ઉડાવી રહ્યા છે. તેમણે રડતા-રડતા કહ્યુ હતુ કે, આજે મારો પુત્ર જતો રહ્યો છે પણ ભવિષ્યમાં બીજા કોઈનો દીકરો જીવ ના ગુમાવે તે માટે આ વિમાનોને હવે સરકારે બંધ કરાવવા જોઈએ. આ કોઈના જીવનો સવાલ છે.
અભિનવ ચૌધરી શહીદ થયા બાદ તેમના દેહને મેરઠ ખાતે તેમના ઘરે લાવવામાં આવ્યો હતો.એ પછી બાગપત ખાતે આવેલા તેમના પૈતૃક ગામમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો હતો. શહીદ પાયલોટના સંપૂર્ણ માન સન્માન સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પત્ની, બહેનો અને પરિવારજનોના આક્રંદથી ગમગીની ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, અભિનવ ચૌધરી 2014માં એરફોર્સમાં જોડાયા હતા