જામનગરમાં ભૌગૌલિક સ્થિતી અને વાતાવરણના કારણે દેશ-વિદેશના પક્ષીઓ જામનગરના મહેમાન બનતા હોય છે. લુપ્ત થતા પક્ષી ઇન્ડિયન સ્કીમર જે ગુજરાતીમાં ઝળહળ તરીકે ઓળખાય છે જે જામનગરમાં જુલાઈથી માર્ચ સુધી મહેમાન બને છે. કુલ વસ્તીના 10 ટકા પક્ષીઓ જામનગરમાં જોવા મળે છે.
જામનગરના પક્ષી પ્રેમી ઈશાન વોરાએ ઈન્ડિયન સ્કીમરને નિહાળતા તેને કેમેરામાં કેદ કરી કર્યા. સાથે પક્ષી વિષે જણાવ્યુ હતુ કે ઇન્ડિયન સ્કીમરની જેમ એવા ખૂબ જ ઓછા પક્ષીઓ છે જેની ઉપરની ચાંચ નીચેની ચાંચ કરતા નાની હોય છે. ઝળહળને સ્કીમર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે પાણીની સપાટી પર સ્કીમીંગ કરી શિકાર કરે છે.અને આ પક્ષી સંપૂર્ણ પણે એક ભારતીય હોવાના કારણે તેનું નામ ઇન્ડિયન સ્કીમર છે. સ્કીમરનું વજન સ્કીમરનું વજન અંદાજિત 300 થી 400 ગ્રામ જેટલું હોય છે અને તેની લંબાઈ અંદાજિત 40 થી 45 ભળ જેટલી હોય છે .તેની ચાંચ નારંગી રંગની હોય છે તથા તેનું શરીર બ્લેક અને વાઈટ કલરનું હોય છે.આ પક્ષી મધ્યપ્રદેશના ચંબલ સેન્ચ્યુરીમાં અંદાજિત ત્રણ મહિના સુધી રહે છે ,ઈંડા મૂકે છે અને બાળકોને જન્મ આપે છે.જુલાઈ થી માર્ચ એમ 9 મહિના સુધી તે જામનગરમાં વસવાટ કરે છે. ઇન્ડિયન સ્કીમર એક વર્ષનું અંદાજે 3000 કિલોમીટર જેટલું ટ્રાવેલ કરે છે.
આ પક્ષીનું જામનગર રહેવા માટેનું મુખ્ય કારણ અહીંનું વાતાવરણ અને હેબિટેટ છે.આ પક્ષી જામનગરમાં પોતાને ખૂબ જ સુરક્ષિત અનુભવે છે, તેને અહિ પૂરતા પ્રમાણમા ખોરાક મળી રહે છે અને અહીં ના જળ પ્લાવિત વિસ્તારો ખુબજ માફક આવાના કારણે તે 9 મહિના સુધી જામનગરમાં જ વસવાટ કરે છે.આખા વિશ્વમાં ઇન્ડિયન સ્કીમર ની સંખ્યા અંદાજિત 4000 જેટલી છે જામનગરમાં આ કુલ વસ્તીના 10% એટલે અંદાજિત 400 જેટલા સ્કીમર જોવા મળે છે. જામનગર નજીક ઢીચડા નજીક આવેલા તળાવ અને ગુલાબ નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં આ પક્ષીઓ જોવા મળતા હોય છે. જેને નિહાળવા માટે પક્ષીઓ પ્રેમીઓ જામનગરઆવતાહોયછે.