ધ્રોલ નજીક ટંકારા રોડ પર આવેલી પીયાવા ચોકડી પાસે સાંજના સમયે બાઈક પર પસાર થતા યુવકને પૂરઝડપે આવી રહેલી કારે ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતાં મજૂરી કામ કરતા ગોવિંદભાઈ ચૌહાણનો પુત્ર નિશિત તેના જીજે-03- એમ.જી. -3291 નંબરના બાઇક પર હરીપર ગામ નજીક ટંકારા રોડ પર આવેલી પીયાવા ચોકડી પાસે રસ્તો ક્રોસ કરતો હતો તે દરમિયાન પૂરપાટ આવી રહેલી જીજે-15-પીપી-9922 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકર મારતા નિશિતને પગમાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવકના પિતા દ્વારા કરાયેલી જાણના આધારે હેકો કે.ડી.કામરીયા તથા સ્ટાફે આગળની તપાસ હાથ ધરી હતી.