Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરના સરમત નાળામાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો

જામનગરના સરમત નાળામાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો

- Advertisement -

જામનગરના બેડ વિસ્તારમાં સરમત નાળા માંથી એક માનવ મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તેની ઓળખ માટેની કાર્યવાહી આરંભી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં બેડ વિસ્તારમાં રસુલનગર સરમત નાળામાં એક અજ્ઞાત પુરૂષનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.એલ. ઓડેદરા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી જામનગરની જી. જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો અને પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
મૃતક યુવાનની ઉંમર આશરે 35 થી 40 વર્ષની છે અને તેણે સફેદ કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલા છે. જ્યારે પેન્ટમાં કાળી માદરડી વાળી દોરી બાંધેલી છે. જેણે જમણા હાથની આંગળીમાં ધાતુની વીંટી પહેરેલી છે. જે વીટીમાં દિલ દોરેલું છે તેમજ ડાબા હાથના કાંડામાં દોરી બાંધેલી છે. ઉપરાંત તેના ખીસ્સામાંથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ નવાગામ રાજકોટના સરનામા વાળી સ્લીપ મળી આવી છે. જે વર્ણન વાળી વ્યક્તિ અંગેની કોઈને જાણકારી મળે અથવા તો વાલી વારસદાર હોય તો તેમણે બેડી મેરિન પોલીસ સ્ટેશનમાં મહિલા પી.એસ.આઇ. એમ.એલ. ઓડોદરાનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular