Wednesday, June 19, 2024
Homeરાજ્યહાલારહિટ એન્ડ રન: મહિલાને ઈજા પહોંચાડીને કાર ચાલક ફરાર

હિટ એન્ડ રન: મહિલાને ઈજા પહોંચાડીને કાર ચાલક ફરાર

- Advertisement -

ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા પાલુબેન હાજાભાઈ સુરાભાઈ ભાન નામના 40 વર્ષના ગઢવી મહિલા શનિવારે તેમના પતિ સાથે બેહ ગામના પાટીયા પાસે ઉભા હતા, ત્યારે દ્વારકા બાજુથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 10 ડી.એન. 3484 નંબરની ગ્રે કલરની મોટરકારના ચાલકે પાલુબેનને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

અકસ્માત સર્જી, આરોપી કાર ચાલક નાસી છૂટી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે કારચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular