Saturday, April 20, 2024
Homeરાજ્યગુજરાતસગાઇ પછી યૂવતી સાસરિયામાં ફરવા ગઇ, ફલેટના બાથરૂમના તેની તથા તેણીના મંગેતરની...

સગાઇ પછી યૂવતી સાસરિયામાં ફરવા ગઇ, ફલેટના બાથરૂમના તેની તથા તેણીના મંગેતરની લાશ મળી !

- Advertisement -

સુરત શહેરના નાનપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટના ફ્લેટના બાથરૂમમાંથી મૂક-બધિર ફિયાન્સ-ફિયાન્સી મૃત હાલતમાં મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 15 દિવસ પહેલાં જ મૃતક ધ્રુતિકુમારી અને અર્પિતની સગાઈ થઈ હતી. સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી ચેટિંગ કરતા હતા. 5 દિવસથી સાસરે રહેતી ધ્રુતિકુમારી સગાઈ બાદ ખૂબ જ ખુશ હતી. બન્નેનાં રહસ્યમય મોતને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે. મંગળવારની સાંજે બનેલી ઘટના બાદ અઠવા પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી કરી મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે.
સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા રાજનગરમાં મૂળ ધરમપુર વલસાડની ધ્રુતિકુમારી જયેશભાઈ ટેલર (ઉં.વ.21) પરિવાર સાથે રહેતી હતી. પરિવારની એકની એક દીકરી, એ પણ મૂક-બધિર (બોલી અને સાંભળી ન શકે), એક ભાઈ અને પિતા દરજી કામ કરે છે. ધ્રુતિકુમારી ઘરમાં સાડી ભરવાનું કામ કરે છે. સુરતના નાનપુરા ખાતે રહેતા અર્પિત નરેશભાઈ પટેલ સાથે 15 દિવસ પહેલાં સગાઈ થઈ હતી. 5 દિવસથી ધ્રુતિકુમારી સાસરે રહેતી હતી. એપ્રિલમાં લગ્ન લેવાની વાત કરતા હતા.
નાનપુરા વિસ્તારમાં આવેલી શ્રીરંગ સોસાયટીમાં અર્પિત નરેશભાઈ પટેલ (ઉં.વ.24) પરિવાર સાથે રહેતો હતો. એક બહેન છે નોર્મલ છે અને પિતા આયુર્વેદિકનું દવાખાનું ચલાવે છે. મૂક-બધિર અર્પિત મોલમાં નોકરી કરતો હતો. 31 જાન્યુઆરીના રોજ અર્પિતની ધ્રુતિકુમારી સાથે સગાઈ થઈ હતી. દરમિયાન છેલ્લા પાંચ દિવસથી ધ્રુતિકુમારી સાસરે રહેવા આવી હતી. સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી ચેટિંગ કરતાં હતાં.
ગત રોજ સાંજ અર્પિતની બહેન ઘરે આવ્યા બાદ ભાઈ અને ભાભી ન દેખાતાં શોધખોળ કરી તો બાથરૂમમાંથી મૃત મળી આવ્યા હતા, જેથી 108 બાદ પોલીસને જાણ કરી હતા. બાથરૂમમાં ગીઝર-ગેસનું લીકેજ થવાથી ગૂંગળામણથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પરિવારજનોએ જણાવ્યું હતું કે બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી સોશિયલ મીડિયામાં ચેટિંગ કરી પ્રેમનો એકરાર કરતાં હતાં. એકબીજા વગર ચાલતું પણ ન હતું. 5 દિવસથી ધ્રુતિકુમારી તેના સાસરે રહેતી હતી. જે બાથરૂમમાંથી બંને મૃત મળ્યા એનો પાણીનો નળ પણ ચાલુ હતો અને દરવાજો પણ ખુલ્લો હતો.
ધ્રુતિકુમારી નવસારી ખાતે આવેલી કોઠારી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. દરમિયાન અર્પિતનો સંપર્ક થયો હતો. બંને સાથે ભણતા હતા. બંનેને મનમેળ થતા પરિવારે પણ સંમતિ આપી હતી. સગાઈ બાદ બે દિવસ પહેલા જ પરિવારના અક લગ્ન પ્રસંગમાં પણ સાથે ગયા હતા.
ડો. નિશા ચંદ્રા (પીએમ કરનાર તબીબ) એ જણાવ્યું હતું કે, ધ્રુતિકુમારી અને અર્પિતના હિસ્થોપેથો અને ફેફસાના નમૂના લેબોરેટરીમાં મોકલાયા છે. બન્નેના મૃત્યુનું કારણ ગેસ ગૂંગળામણ કહી શકાય છે. જોકે, ફાઈનલ કોઝ ઓફ ડેથનો લેબનો રિપોર્ટ આવ્યા બાદ જ જણાવીશું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular