Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયમહિલાઓ ચેતે: સોશ્યલ મિડીયામાં અંગત તસ્વીરો ન મૂકવી

મહિલાઓ ચેતે: સોશ્યલ મિડીયામાં અંગત તસ્વીરો ન મૂકવી

- Advertisement -

ફેસબુક સહિતના સોશિયલ મિડીયાનો ઉપયોગ કરતી મહિલાઓએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોતાના ફોટાઓ અપલોડ કરવા કોઈ વખત જોખમી પણ સાબિત થઇ શકે છે. ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી મહિલાઓને સાવધાન કરતો એક કિસ્સો વલસાડ પોલીસ સ્ટેશન માં નોંધાયો છે. વલસાડ પોલીસે ફેસબુક પર મહિલાના નામનું બોગસ એકાઉન્ટ ખોલી મહિલાઓ સાથે દોસ્તી કરી અને તેમને બ્લેકમેલીંગકરતાં એક સાયબર રોમિયો ની ધરપકડ કરી છે.
વલસાડ પોલીસના હાથે પકડાયેલા આરોપી મહિલાઓને ફેસબુક ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતો હતો અને ત્યારબાદ મહિલાઓના રફભયબજ્ઞજ્ઞસ ઉપર અપલોડ કરવામાં આવેલા ફોટા મોર્ફ કરીને અશ્લીલ ફોટા બનાવી અને તેમને પર્સનલમાં મેસેજ કરી અને બદનામ કરવાની ધમકી આપતો હતો. વલસાડ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની ફરિયાદ નોંધાતા વલસાડ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં માનસી મોદી નામની એક મહિલાના એકાઉન્ટમાંથી આરોપી મહિલાઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતો હતો. આથી મહિલાઓ કોઇ યુવતીની રિક્વેસ્ટ હોવાનું માની અને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતી હતી અને ત્યારબાદ આરોપી મહિલાઓના ફેસબુક પર અપલોડ કરવામાં આવેલા તેમના પર્સનલ ફોટાને મોર્ફ કરી અને અશ્લીલ ફોટા બનાવતો હતો અને ત્યારબાદ મહિલાઓના મેસેન્જર પર અશ્લિલ ફોટા મૂકી અને બ્લેકમેઇલીંગ કરતો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular