Saturday, April 20, 2024
Homeરાજ્યદાગીનો બનાવવા આપેલું સોનું લઈને પરપ્રાંતિય કારીગર ગાયબ

દાગીનો બનાવવા આપેલું સોનું લઈને પરપ્રાંતિય કારીગર ગાયબ

- Advertisement -

હાલ કપરા કાળમાં વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, ત્યારે ખંભાળિયામાં એક પરપ્રાંતીય કારીગરને સોનાના દાગીના બનાવવા આપવામાં આવેલું રૂપિયા બે લાખની કિંમતનું સોનું લઈને આ કારીગર નાશી છુટતા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં રહેતા અને માંડવી ટીંબા વિસ્તારમાં સોની કામ અંગેની દુકાન ધરાવતા સિરાજઉદ્દિન નોબીરાઅલી શેખ નામના 42 વર્ષીય યુવાને તેમની દુકાનમાં કામ કરવા માટે પશ્ર્ચિમ બંગાળ રાજ્યના બર્ધમાન જિલ્લાના કાલના તાલુકાના રહીશ એવા શોફીફુલ રફીક શેખ નામના એક પરપ્રાંતીય કારીગરને રાખ્યો હતો.

- Advertisement -

આ વેપારીને એક ગ્રાહક દ્વારા સોનાનો હાર બનાવવા માટેનો ઓર્ડર મળતા સિરાજઉદ્દિન શેખ દ્વારા તેમના કારીગર શોફીફુલને 45 ગ્રામ વજનનો સોનાનો ઢાળિયો આપવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રાંતીય કારીગર રૂપિયા બે લાખની કિંમતનો 45 ગ્રામ સોનાનો ઢાળિયો લઈને નાસી છૂટયો હતો. પરપ્રાંતિય શખ્સ દ્વારા વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીના આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે સિરાજઉદ્દિનની ફરિયાદ પરથી શોફીફુલ સામે આઈ.પી.સી. કલમ 406 તથા 408 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એમ. મુધવા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular