Thursday, September 12, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના દારૂ પ્રકરણના નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયો

ખંભાળિયાના દારૂ પ્રકરણના નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા વધુ કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે સંદર્ભે ખંભાળિયાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે ટેકનિકલ સોર્સીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે ગત તારીખ 4 ડિસેમ્બર 2023 ના રોજ રૂપિયા પાંચ લાખની કિંમતની બોલેરો પીકઅપ વાનમાં દારૂ લઈને નીકળેલા એક શખ્સ દ્વારા પોલીસ કાર્યવાહી દરમિયાન નાસી છુટતાં આ અંગેની તપાસ દરમિયાન છેલ્લા આશરે છ માસથી નાસતા ફરતા નારણ ટપુ મોરી (રહે. રાણપર, તા. ભાણવડ) ને ઝડપી લઇ, તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, પી.એસ.આઈ. પી.ડી. વાંદા, શક્તિરાજસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular