Friday, September 13, 2024
Homeરાજ્યહાલારઢોર બાંધવા બાબતે ભાણવડના મહિલા ઉપર હુમલો

ઢોર બાંધવા બાબતે ભાણવડના મહિલા ઉપર હુમલો

ચાર શખ્સોએ એકસંપ કરી લાકડા વડે માર માર્યો : પતાવી દેવાની ધમકી આપી

- Advertisement -

દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં આવેલી મંત્રી સોસાયાટીમાં રહેતી મહિલાએ તેના કબ્જાની વાડીમાં માલઢોર બાંધવાની બાબતનો ખાર રાખ્યાની ચાર શખ્સોએ એકસંપ કરી ખેતરમાં પ્રવેશ કરી મહિલા ઉપર હુમલો કર્યો હતો અને પુત્ર સાથે બોલાચાલી કરી પતાવી દેવાની ધમકી પણ આપી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ભાણવડમાં મંત્રી સોસાયટી ખાતે રહેતા મોતીબેન સામતભાઈ અરશીભાઈ કાંબરીયા નામના 45 વર્ષના મહિલાના કબજાની વાડીમાં આરોપી એવા મેવાસા ગામના પુંજા અરશી કાંબરીયા તેના માલઢોર બાંધતા હોય, જેથી ફરિયાદી મોતીબેનએ તેમને ના પાડતા આ બાબતનો ખાર રાખી આરોપી પૂંજા અરશી ઉપરાંત અન્ય આરોપીઓ વિમલ વજશી પિંડારિયા, વિશાલ મસરી પિંડારિયા અને ભરત લખુ પિંડારિયા નામના ચાર શખ્સોએ ફરિયાદીની વાડીના ખેતરમાં પ્રવેશ કરી, ફરિયાદી મોતીબેન તથા તેમના પુત્ર નિકુંજ સાથે બોલાચાલી કરી, ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરી, ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ખુલવા પામ્યું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે મેવાસા ગામના તમામ ચાર શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 447, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular