જામનગર શહેરમાં પંચવટી સર્કલ પાસે આવેલી ચા ની હોટલે ગાળો બોલાવાની ના પાડતા હોટલના સંચાલકને પિતા-પુત્રએ ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પંચવટી સર્કલ પાસે આવેલી ખેતલા આપાની હોટલે ચા પીવા આવેલા દિવ્યરાજસિંહ રતુભા જાડેજા જેમ ફાવે તેમ ગાળો બોલતો હતો. જેથી હોટલના સંચાલક પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગાળો બોલવાી ના પાડી હતી અને દિવ્યરાજના પિતાને ઓળખતા હોવાથી તેને સમજાવવાનું તેના પિતાને ફોન કરીને કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા દિવ્યરાજસિંહ અને તેના પિતા રતુભા જાડેજા નામના બન્ને શખ્સોએ મધ્યરાત્રિના સમયે હોટલના સંચાલકને જેમ ફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી મારા દિકરાની મારી પાસે ફરિયાદ કરવા આવીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ ની જાણ કરાતા પીએસઆઈ ઝેડ એમ મલેક તથા સ્ટાફે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.