મંગળવારે ભારતીય શેરબજાર ભૂકંપ જેવી હાલતમાં જોવા મળ્યું કારણ કે સેન્સેક્સમાં લગભગ 1,200 પોઈન્ટ્સનો ઘટાડો થયો અને નિફ્ટી લગભગ 400 પોઈન્ટ્સ તૂટ્યો. બંને ઇન્ડેક્સમાં લગભગ 1.5% નો ઇન્ટ્રાડે ઘટાડો જોવા મળ્યો.

સેન્સેક્સે નીચા સ્તર પર 76,030.59 સુધી તૂટ્યો અને નિફ્ટી 22,986.65 સુધી ઘટ્યો. તમામ સેક્ટરલ ઇન્ડેક્સ પણ લાલ નિશામાં હતા. ખાસ કરીને નિફ્ટી મીડ-સ્મોલ ફાઈનાન્શિયલ સર્વિસિસમાં 4% નો ભારે ઘટાડો અને નિફ્ટી રિયલ્ટીમાં 3.80% ની તીવ્ર ઘટાડો થયો.
બજારમાં તીવ્ર ઘટાડાના મુખ્ય કારણો:
1. ટેરિફની ધમકીઓ:
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટીલ અને એલ્યુમિનિયમના આયાત પર 25% ટેરિફ લગાવવાના નિર્ણયે વૈશ્વિક બજારોમાં ભય ફેલાવ્યો છે. આ પગલું વેપારી ભાવનાને નકારાત્મક રીતે અસર કરતું હોવાથી ભારતીય બજારમાં પણ રોકાણકારોએ નાણાં બહાર ખેંચ્યા, જેની અસર રૂપે બજાર તૂટ્યું.
2. યુએસ ફેડ ચીફનો નિવેદન:
આંતરરાષ્ટ્રીય વેપાર માટે ટ્રેડર્સ યુએસ ફેડરલ રિઝર્વના ચીફ જેમરોમ પાવેલના નિવેદનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેઓ યુએસ સેનેટ સમિતિમાં અમેરિકન અર્થતંત્ર વિશે અભિપ્રાય આપી તેઓ કાયદા બનાવનારાઓના પ્રશ્નોનો સામનો કરશે.
3. વિદેશી રોકાણકારોનો નિકાલ:
વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs) અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ભારતીય બજારમાંથી ભારે નાણાં પાછા ખેંચ્યા છે. NSEના આંકડા મુજબ, તેઓએ કુલ ₹2,463.72 કરોડનો નિકાલ કર્યો છે, જ્યારે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ માત્ર ₹1,515.52 કરોડનું રોકાણ કર્યું.
4. ઉચ્ચ બોન્ડ યિલ્ડ અને ડોલર ઇન્ડેક્સ:
અમેરિકાના 10 વર્ષના ટ્રેઝરી યિલ્ડ 4.495% છે અને 2 વર્ષનું યિલ્ડ 4.281% છે. ઉંચા બોન્ડ યિલ્ડ આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે અમેરિકન સંપત્તિઓને વધુ આકર્ષક બનાવે છે. તીવ્ર ડોલર અને કમજોર થઇ રહેલી રૂપિયાની સ્થિતિએ પણ ભારતીય બજારમાંથી નાણાંની નિકાલને પ્રોત્સાહિત કર્યું.
આ કારણે ભારતીય શેરબજાર પર નકારાત્મક અસર જોવા મળી અને અવિશ્વાસનો માહોલ ઉભો થયો.