Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયબર્ડફ્લૂની એન્ટ્રી, રાંચીમાં મરઘાના મોત બાદ તંત્ર એલર્ટ

બર્ડફ્લૂની એન્ટ્રી, રાંચીમાં મરઘાના મોત બાદ તંત્ર એલર્ટ

- Advertisement -

રાજ્યના પશુપાલન સંયુકત નિયામક (મરઘાં) ડો. રજની પુષ્પા સિંકુએ પશુ આરોગ્ય અને ઉત્પાદન સંસ્થાના નિયામકને પત્ર મોકલીને રોગની રોકથામ અને તકેદારી રાખવા માટે જણાવ્યું છે. ઝારખંડમાં ફરી એકવાર બર્ડ ફ્લૂએ દસ્તક આપી છે. તાજેતરમાં હોટવારના પ્રાદેશિક પોલ્ટ્રી ફાર્મમાં મરઘાંના મોત ની સૂચના બાદ ભોપાલના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝમાં નમૂનાઓમાં ઇં5ગ1 એવિયન ઈન્ફલ્યુએન્ઝાની પુષ્ટિ થઈ છે.

- Advertisement -

ભોપાલ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ ડાયગ્નોસ્ટિક લેબ, બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાં જ વિભાગના અધિકારીઓ એક્શનમાં આવી ગયા હતા. પશુપાલન નિયામકની કચેરી, રાંચીએ હોટવા ખાતેના એપિક સેન્ટરના એક કિમીની અંદર મરઘાંને ખતમ કરવા અને ચેપગ્રસ્ત વિસ્તારની સફાઈ અને જીવાણુ નાશકક્રિયા માટેના એક્શન પ્લાનના ભાગ રૂપે આરઆરટી ટીમની રચના કરતી અખબારી યાદી બહાર પાડી. રાજ્ય પશુપાલન સંયુકત નિયામક (મરઘા) ડો. રજની પુષ્પા સિંકુ દ્વારા પશુ આરોગ્ય અને ઉત્પાદન સંસ્થા કાકે ના નિયામકને એક પત્ર મોકલવામાં આવ્યો છે.

જેમાં તેમને રોગની રોકથામ અને તકેદારી માટે પગલાં લેવા જણાવ્યું છે. ભારત સરકારના નિર્દેશ-સૂચના મુજબ, કંટ્રોલરૂમ ઉભો કરવા, દૈનિક અહેવાલો તૈયાર કરવા, બર્ડ ફ્લૂ જોવા મળેલા હોટસ્પોટના વર્તમાન અહેવાલો બનાવવા અને બર્ડ ફ્લૂનો ફેલાવો રોકવા માટે વહીવટી સહકાર સાથે જરૂરી તમામ પગલાં લેવા જણાવાયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મનુષ્યોમાં ચેપના લક્ષણોમાં ગંભીર પીઠનો દુખાવો, તાવ, ઉધરસ, શ્ર્વાસ લેવામાં તકલીફ, શરદી અને ગળફામાં લોહીનો સમાવેશ થાય છે. પશુપાલન વિભાગે એક એડવાઈઝરી જારી કરીને લોકોને વિનંતી કરી છે કે જો તેઓ મૃત પક્ષીઓ જુએ તો જાણ કરે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular