Saturday, August 8, 2026
Homeરાજ્યજામનગરઅલિયાબાડા-જામનગર બ્રોડગ્રેજ ડબલિંગ પેસેન્જર રેલ સેવાને મંજૂરી - VIDEO

અલિયાબાડા-જામનગર બ્રોડગ્રેજ ડબલિંગ પેસેન્જર રેલ સેવાને મંજૂરી – VIDEO

રેલવે સેફટી કમિશનર દ્વારા નિરીક્ષણ : 123 કિમી/કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સંપન્ન

રેલવે સેફ્ટી કમિશનર (પશ્ચિમપરિમંડળ) ઈ. શ્રીનિવાસે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત આલિયાવાડા-જામનગર બ્રોડગેજ ડબલિંગ રેલખંડ પર પેસેન્જર રેલ સેવાઓના સંચાલનને સંરક્ષા મંજૂરી પ્રદાન કરી દીધી છે.

- Advertisement -

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રેલવે સુરક્ષા કમિશનર દ્વારા આ ડબલિંગ રેલખંડનું 7 ઓગસ્ટના રોજ વિસ્તૃત વૈધાનિક સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

અલિયાવાડા-જામનગર નવનિર્મિત બીજી રેલ લાઇન પર પહેલીવાર 123 કિમી/કલાકની ઝડપે ઇલેક્ટ્રિક લોકોમોટિવ (એન્જિન) અને ઓબ્ઝર્વેશન કાર સાથે સફળ સ્પીડ ટ્રાયલ કરવામાં આવ્યો, જે સુરક્ષિત અને ઝડપી રેલ સંચાલનની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-કાનાલુસ બ્રોડગેજ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત આલિયાવાડા-જામનગર 19.537 કિમી લાંબા બ્રોડગેજ ડબલિંગ રેલખંડનું 07 ઓગસ્ટ 2026ના રોજ સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું. આ ઉપલબ્ધિ સાથે જ કુલ 111 કિમી લાંબા રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટમાં અત્યાર સુધી 84 કિમી રેલખંડનું ડબલિંગ કાર્ય કમિશન થઈ ચૂક્યું છે.

- Advertisement -

આ દરમિયાન મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા, રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના સહિત નિર્માણ અને ઓપન લાઇન વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિરીક્ષણ, રેલવે પ્રશાસન દ્વારા રજૂ કરાયેલા સુરક્ષા પ્રમાણપત્રો અને રેલવે અધિનિયમ, 1989ની જોગવાઈઓ મુજબ તમામ આવશ્યક ઔપચારિકતાઓ સંતોષકારક મળી આવ્યા બાદ રેલવે સુરક્ષા કમિશનરે આ ડબલિંગ રેલખંડ પર જાહેર પેસેન્જર સેવાઓના સંચાલનની પરવાનગી આપી છે.

મંજૂરી અનુસાર નવનિર્મિત રેલલાઇન પર ટ્રેનોની મહત્તમ સેક્શનલ સ્પીડ આલિયાવાડા-હાપા રેલખંડ પર 100 કિમી/કલાક અને હાપા-જામનગર રેલખંડની નવી ડાઉન તેમજ અપ મેઇન લાઇન પર 90 કિમી/કલાક નિર્ધારિત કરવામાં આવી છે. આ ડબલિંગ કાર્યથી રાજકોટ-જામનગર-કાનાલુસ માર્ગની લાઇન ક્ષમતામાં વધારો થશે અને ટ્રેનોના વધુ સરળ અને કાર્યક્ષમ સંચાલનમાં મદદ મળશે. આ સાથે જ આ મહત્વપૂર્ણ રેલમાર્ગ પર ભવિષ્યમાં ટ્રાફિકની વધતી માંગને પૂરી કરવા તેમજ પરિચાલન દક્ષતા અને વિશ્વસનીયતામાં સુધારો કરવામાં પણ મહત્વપૂર્ણ લાભ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular