જામનગરની સરકારી જી જી હોસ્પીટલમાં વારંવાર વિવાદમાં સપડાતી હોય છે, ફરી સફાઈ કામદારોના ચાલતા વિવાદના કારણે ચર્ચામાં આવી છે. વહેલી સવારે મહિલા કામદારોએ સુપરવાઈઝર સાથે મારામારી કરતા વિવાદ વધ્યો હતો. જે મુદે બંન્ને પક્ષે સીટી બી પોલીસ મથકે મામલો પહોચ્યો હતો. સફાઈ કામદારોએ કામ બંધ કરીને હોસ્પીટલની બહારે વિરોધ વ્યકત કર્યો હતો. બાદ હોસ્પીટલ તંત્રની સમજાવટ બાદ કામે ચડયા હતા.

સૌરાષ્ટ્રની સોથી મોટી જીજી હોસ્પીટલમાં વહેલી સવારે મહિલા સફાઈ કામદારોએ સુપરવાઈઝ રાજભા સાથએ તકરાર થતા લાફાવારી કરીને માર માર્યો હતો. જે બાદ અન્ય 400 જેટલા કામદારો સીટી બી પોલીસ મથકે દોડી ગયા હતા.અને પોલીસમાં ફરીયાદ કરી. તેમજ હોસ્પીટલમાં કામ બંધ કરીને વિરોધ વ્યકત કર્યો હતો. થોડા દિવસ પહેલા પણ એક મહિલા સફાઈ કામદારે ઝેરી દવા પીને આપધાતનો પ્રયાસ કર્યો હતો. ફરી અન્ય મહિલા કામદાર દ્વારા સુપરવાઈઝ સાથે તકરાર કરીને માર માર્યો. સમગ્ર બનાવના સીસીટીવી પણ સામે આવ્યા હતા. હોસ્પીટલ તંત્રને બનાવની જાણ થતા કોન્ટ્રાન્ટ એજન્સીને જાણ કરીને સફાઈ કામદારને કામ ચાલુ રાખવા સુચના આપી હતી. અને બંન્ને જુથના કામદારોને વચ્ચે ઉકેલ લાવી ફરી આવી ના બને તે માટે સુચના આપી હતી. ત્રણ એક સપ્તાહથી સફાઈ કામદારોની આંતરીક તકરારને હોસ્પીટલમાં વિવાદનુ કારણ બન્યુ છે. મહિલા કામદારોને હાજરી, બદલી અને કાયમી સહીતના પ્રશ્નો તકરાર વારંવાર થતી હોય છે. અગાઉ પેન્શનના નાણા ના મળતા મહિલાઓ કામદારો દ્વારા વિરોધ કર્યો હતો. ફરી સુપરવાઈઝરને માર તેની ઓફીસમાં જઈને માર મારતા વિવાદ સર્જાયો છે. કોન્ટ્રાકટ એજન્સીના કામદારોના આંતરીક વિવાદમાં હોસ્પીટલમાં દર્દીઓની સેવાને અસર થાય છે.