Wednesday, September 23, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા સેવા કાર્યો - VIDEO

જામનગરમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા સેવા કાર્યો – VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અંતર્ગત સેવા સંકલ્પો અભિયાન હેઠળ તથા સાંસદના જન્મ દિવસ નિમિતે આયોજન : મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પ હાલારના ગામેગામથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત

સ્વસ્થ ભારતના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે ઉજવાતા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તેમજ જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારના સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસની ઉજવણી અવસરે નિ:શુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પ અને રકતદાન શિબિરનું બુધવારે ઓશવાળ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે સેવા સંકલ્પ અભિયાન તથા સાંસદ પૂનમબેન માડમના જન્મ દિવસ નિમિતે ઓશવાળ સેન્ટર જામનગર ખાતે આયોજીત રકતદાન કેમ્પ અને નિ:શુલ્ક સર્વોરોગ નિદાન કેમ્પના આ સુદ્રઢ આયોજનથી મહા હેલ્થ મેલા સમાન માહોલ બની રહ્યો હતો. ડોકટર્સ-પેરામેડીકોઝ- સ્વયંસેવકો- સહયોગીઓ સહિત સૌ સમર્પિત સેવાથી સૌ દર્દી નારાયણની સેવા અને સંતોષની અનન્ય અનુભૂમિરૂપ આ કેમ્પ એક આશીર્વાદ સમાન બન્યો હતો. આ કેમ્પમાં જનરલ ફિઝીશીયન, કાન-નાક- ગળાના નિષ્ણાંત અને સર્જન જેવા વિવિધ વિભાગોમાં 50 જેટલા નિષ્ણાંત ડોકટરઓ દ્વારા દર્દીઓનું નિદાન કરી, નિ:શુલ્ક જરૂરી દવાઓ આપવામાં આવી હતી. સેવા-સમર્પણ- સંરક્ષણથી રાષ્ટ્રને અવિરત ધબકતુ રાખવાના અને નિત્ય અમૃત ઉત્સવના હિમાયતી, પ્રધાનમંત્રી મોદી જન્મદિવસના નિમિતે સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન પ્રાયોજિત આ જનસેવાના આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તેમજ સાંસદ પૂનમબેન માડમને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -

આ તકે આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદ મહારાજ, ખીજડા મંદિરના પ.પૂ. કૃષ્ણમણી મહારાજ, બેડી ગેઇટ સ્વામીનારાયણ મંદિરના ચત્રભુજદાસ મહારાજ, મેયર મોનીકાબેન વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઇ ભંડેરી, રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, રાઘવજીભાઇ પટેલ, મેઘજીભાઇ ચાવડા, પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, ડે.મેયર રાકેશભાઇ ડેર, સ્ટે.કમીટી ચેરમેન ધીરેનભાઇ મોનાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી, ડો. વિમલભાઇ કગથરા, અગ્રણી જીતુભાઇ લાલ, જલસા ગ્રુપ સહિતના શહેરના રાજકીય, સામાજીક, ધાર્મિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

આ તકે જામનગરના જલસા ગ્રુપ દ્વારા સાંસદ પૂનમબેન માડમને પુષ્પગુચ્છ અર્પણ કરી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular