જામનગરમાં ફાયર હેલ્પ લાઇન નંબર 101ના સ્થાને હવે સિંગલ ઇમરજન્સી નંબર 112 કાર્યરત કરવામાં આવ્યો છે. આથી આપાતકાલીન સ્થિતીમાં 112 નંબરનો સંપર્ક કરવા અપીલ કરાઇ છે.
ગુજરાત સરકાર દ્વારા નાગરીકોની સલામતી અને કટોકટી વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ તેમજ ત્વરિત બનાવવાના હેતુસર સમગ્ર રાજ્યમાં ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ઊછજજ) હેઠળ સિંગલ ઇમરજન્સી નંબર 112 (ડાયર 112)નો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે.
જે અંતર્ગત પ્રથમ તબકકે રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓને 112 પ્લેટફોર્મ સાથે જોડી દેવામાં આવી છે. જેમાં જામનગર ઉપરાંત અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ તમામ 6 મહાનગરપાલિકાઓમાં ફાયર સેવાના જૂના 101 નંબરની જગ્યાએ તારીખ 23 સપ્ટેમ્બરના સવારે 11-00 કલાકથી સતાવાર રીતે સંકલિત ઇમરજન્સી નંબર 112ની સેવા કાર્યરત કરવામાં આવી રહી છે.
સેવાની મુખ્ય વિશેષતાઓ :
સિંગલ ઇમરજન્સી વિન્ડો : હવેથી નાગરીકોએ આગ અકસ્માત, રેસ્કયૂ કામગીરી કે અન્ય આકસ્મિક આપતિ સમયે અલગ-અલગ નંબર યાદ રાખવાની જરૂર રહેશે નહીં માત્ર 112 ડાયલ કરવાથી ત્વરિત ફાયર સેવા ઉપલબ્ધ બનશે.
વાહનોનું જીપીએસ ટ્રેકિંગ અને એકયુરેટ લોકેશન : આ નવી અદ્યતન સિસ્ટમ અંતર્ગત ફાયર શાખાના તમામ વાહનોમાં ૠઙજ તથા ખઉઝ (ખજ્ઞબશહય ઉફફિં ઝયળિશક્ષફહ) ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. જેના થકી કંટ્રોલ રૂમમાંથી વાહનોનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ, ચોક્કસ લોકેશન તેમજ ઘટનાસ્થળે પહોંચવાનો એકયુરેટ ટાઇમિંગ ઉપલબ્ધ થશે.
સંકલિત અને ઝડપી રિસ્પોન્સ : પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ એક જ સેન્ટ્રલાઇઝડ કમાન્ડ સિસ્ટમ સાથે જોડાઇ જતાં કટોકટીના સમયે તમામ જરૂરી એજન્સીઓનું સંયુકત સંકલન અત્યંત ઝડપી અને પ્રભાવશાળી બનશે.
ઓટો-રૂટિંગ સુવિધા : નાગરીકોની સરળતા ખાતર, જો કોઇ નાગરીક અજાણતા જૂના 101 નંબર પર કોલ કરશે. તો તેકોલ પણ સિસ્ટમ દ્વારા આપમેળે 112 સેન્ટર પર ટ્રાન્સફર થઇ જશે.
જાહેર અપીલ : જામનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા શહેરના તમામ નાગરીકોને કોઇપણ આપાતકાલીન કે અગ્નિશામક સહાય માટે હવેથી માત્ર 112 નંબરનો જ સંપર્ક કરવા અપીલ કરાઇ છે.


