Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરખાનગી શાળાઓ દ્વારા ચલાવાતી લૂંટ બંધ કરાવવા શિક્ષણમંત્રીને રજૂઆત

ખાનગી શાળાઓ દ્વારા ચલાવાતી લૂંટ બંધ કરાવવા શિક્ષણમંત્રીને રજૂઆત

આરટીઇમાં અપાતા વાર્ષિક ત્રણ હજારની રકમ વધારવા માંગણી : જામનગર કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરાઈ રજૂઆત

- Advertisement -

જામનગર શહેર-જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા ચલાવવામાં આવતી લૂંટ બંધ કરાવાવ તેમજ આરટીઇમાં અપાતી વાર્ષિક ત્રણ હજારની રકમમાં વધારો કરવા મામલે વોર્ડ નં.12 ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ખાનગી શાળાઓ દ્વારા થતી લૂંટના કિસ્સાઓ દિન-પ્રતિદિન સામે આવી રહ્યા છે. ત્યારે તેના ઉપર અંકુશ મુકવાની જગ્યાએ એમ લાગે છે કે સરકાર અને અધિકારીઓની મીલીભગતના કારણે ખાનગી શાળાઓ ઈજારો ભોગવી રહી છે. વધુમાં ખાનગી શાળાઓ દ્વારા સરકારી ગાઈડલાઈનનો જાહેરમાં ભંગ થઈ રહ્યો છે પરંતુ કોઇ પણ સરકારી અધિકારી દ્વારા આવી શાળાઓ ઉપર એક પણ પગલાં લેવામાં આવતા નથી અને હાલની સ્થિતિ જોતા એક પણ પગલાં લેવામાં આવશે પણ નહીં એવું લાગે છે.

શાળાઓનું શિક્ષણ છેલ્લાં બે વર્ષથી ખોટ-ખાપણ જેવી સ્થિતિમાં ચાલી રહ્યું છે. ફી ના મુદ્દે તો શાળાઓએ પોતાની મનમાની ચલાવી જ લીધી છે. વાલીઓ પાસેથી સરકારની ગાઈડલાઈન્સ હોવા છતાં વારંવાર ફી ઉઘરાવવા માટે વાલીઓ ઉપર દબાણ આપવામાં આવે છે અને ઘણી ફરિયાદો પણ આવે છે પરંતુ, હાલ જ્યારે ફરી એકવાર ઓનલાઈન શિક્ષણ આપવાની શરૂઆત થઈ છે ત્યારે અને અગાઉ પણ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા સરકાર માન્ય સિલેબસ ઉપરાંત વધારાની બુકસ વાલીઓને ખરીદ કરવા માટે દબાણ કરવામાં આવે છે અને સ્કૂલ દ્વારા નકકી કરવામાં આવેલ બુક સ્ટોલ ઉપરથી ફરજિયાત રીતે વાલીઓને બુકસ લેવાની ફરજ પાડે છે, સરકાર દ્વારા સીલેબસ નકકી કરેલ હોય પછી વધારાના બુકસની જરૂરત શું છે એ પ્રશ્ર્ન થાય છે વળી દરેક શાળા પોત પોતાની મરજી મુજબ સિલેબસ નકકી કરી રહી છે અને આ વધારાના બુકસની કિંમતો પણ એટલી બધી હોય છે સામાન્ય વ્યકિતને તો પેટે પાટા બાંધીને પોતાના બાળક માટે આ બુકસ ખરીદવાની ફરજ પડે છે. વળી હાલની પરિસ્થિતિમાં લોકોના ધંધા રોજગાર રહ્યા નથી તો સામાન્ય વ્યકિત કઇ રીતે આવા ખર્ચ કરી શકે.

વધુમાં જે બાળકો આરટીઆઈ મારફત ખાનગી શાળાઓમાં એડમીશન મેળવે છે તે અનાથ, દત્તક લીધેલ, દિવ્યાં બાળકો, બાલગૃહના, પછાત જાતિના, ગરીબ અને સામાન્ય ઘરના હોય છે. સરકાર દ્વારા દર વર્ષે તે બાળકોના ખાતામાં રૂા.3000 સ્કૂલ બુકસ તથા સ્કુલ ડે્રસ માટે આપે છે. જે ખુબ જ ઓછા છે જેમાં વધારીને રૂા.6000 કરી આપવામાં આવે એવી મારી તથા ગરીબ અને સામાન્ય વર્ગની માગણી છે તેમજ મારી રજૂઆત ધ્યાને લઇ સ્કૂલો તથા બુક સ્ટોરનું ચેકિંગ કરાવવા જામનગર વોર્ડ નં.12 ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular