Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતકાલે બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી

કાલે બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી

- Advertisement -

દેશમાં આવતીકાલે પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં આ વર્ષે 26મી જાન્યુઆરીએ રાજ્યક્ષાની પ્રજાસતાક દિનની ઉજવણી બોટાદ જિલ્લામાં થશે તે માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. બોટાદ ખાતે રાજય કક્ષાના પ્રજાસતાક દિને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ધ્વજ વંદન કરાવશે.
ગુજરાત રાજ્યમાં ઠેર-ઠેર પ્રજાસતાકના દિવસની ઉજણી થશે. આવતીકાલે બોટાદમાં પ્રજાસતાક દિવસ બોટાદ ખાતે ઉજવાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગવર્નર આચાર્ય દેવવ્રતજી ધ્વજવંદન કરાવશે. આ ઉપરાંત રાજકોટ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ધ્વજવંદન કરાવશે. જૂનાગઢમાં મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે, જામનગરમાં મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે, ભાવનગરમાં મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ધ્વજ વદંન કરવામાં આવશે. અમરેલીમાં મંત્રી પરસોતમ સોલંકીના હસ્તે ધ્વજવંદન થશે. આ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટરોના હસ્તે ધ્વજવંદન થશે. આ વર્ષે પ્રજાસતાક દિવસે મંત્રીઓની સંખ્યા ઓછી હોવાથી મોટાભાગના જિલ્લાઓમાં જિલ્લા કલેકટરો દ્વારા પ્રજાસતાક દિન પર્વે ધ્વજવંદન કરવામાં આવશે. આવતીકાલે પ્રજાસતાક દિવસે ધ્વજવંદન ઉપરાંત મહાનુભાવોના પ્રવચન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં આ વર્ષે પ્રજાસતાકની ઉજવણીમાં એક જિલ્લામાં સ્પીકર ધ્વજ ફરકાવશે જ્યારે જુદી જુદી જગ્યાએ 17 મંત્રીઓ તેમજ 15 ડિસ્ટ્રીકટમાં કલેકટર ધ્વજ લહેરાવશે. આવતીકાલે રાજયમાં જુદા જુદા જિલ્લાઓમાં પ્રજાસતાક દિન પર્વની ઉજવણી થશે. આ વર્ષે મંત્રીઓની સંખ્યા ઓછી હોવાથી અનેક જિલ્લાઓમાં મંત્રીના બદલે જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. રાજયના 18 જિલ્લાઓમાં એક સ્પીકર સહિત 17 મંત્રીઓ ધ્વજવંદન કરશે જયારે 15 જેટલા જિલ્લામાં જિલ્લા કલેકટર તિરંગો લહેરાવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular