જામનગર શહેરમાં એસ.ટી. ડેપોમાંથી ભાણવડની યુવતીનું રોકડ અને સોનાનો ચેઈન રાખેલ રૂા.52,000 ની માલમતા સાથેનું પર્સ અજાણ્યો તસ્કર ચોરી કરી લઇ ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના રણજીતપરા વિસ્તારમાં રહેતાં દિવ્યાબેન નિતેશ કરથીયા નામની યુવતી સોમવારે સવારના 11 થી 12 વાગ્યાના સુધીના સમય દરમિયાન જામનગર શહેરના એસ ટી ડેપોમાં હતાં ત્યારે અજાણ્યા તસ્કરે તેના હાથમાં રહેલું રૂા.21,00 ની રોકડ રકમ અને રૂા.50,000 ની કિંમતના સોનાના પેંડલ સાથે ચેઈન મળી કુલ રૂા.52,100 ની માલમતા ભરેલું પર્સ ચોરી કરી લઇ ગયો હતો. આ અંગેની જાણ કરતા પીએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે ભાણવડના મહિલાના નિવેદનના આધારે પર્સ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.