Tuesday, February 18, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસશરીરમાંથી બેડ કોલસ્ટ્રોલને દૂર કરવા માટે આટલા શાકભાજી ખાવા જોઈએ...

શરીરમાંથી બેડ કોલસ્ટ્રોલને દૂર કરવા માટે આટલા શાકભાજી ખાવા જોઈએ…

- Advertisement -

હાઇ કોલેસ્ટ્રોલ એક સાઇલન્ટ કીલર છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાથી ધમનીમાં થર જામી જતાં હોય છે જેથી હાર્ટ અને મગજ સુધી લોહી પહોંચવામાંત તકલીફો થાય છે અને જેથી બ્રેઇન સ્ટ્રોક કે હાર્ટ એેટેકનો ખતરો રહે છે.

- Advertisement -

અમુક પ્રકારના શાકભાજી ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરી શકાય છે. જેમ કે, રીંગણા રીંગણામાં ઘુલનશીલ ફાઇબર હોય છે. શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. અને આંતરડામાં કોલેસ્ટ્રોલના અવશોષણને ધીમું કરે છે. રીંગણામાં એન્ટી ઓકસીડેન્ટ પણ હોય છે. જે રકત વાહિકાઓને ઓકસીડેટિવ ડીમેજથી બચાવે છે.

ગાજર : ગાજરમાં ઘુલનશીલ ફાઇબર અને કેકિટન ભરપુર હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને તેમાં રહેલું એન્ટી ઓકસીડેન્ટ અને બીટા કેરેટીન સ્ટ્રેસ અને સુજનને રોકવાની ભૂમિકા નિભાવે છે જે ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને હેલ્થ પણ સુધરે છે.

- Advertisement -

ભીંડી : ભીંડી ખાવાથી પિત અમ્લો અને કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે. ભીંડીમાં મ્યુસિલેજ પણ હોય છે. જે એક જેલ જેવું પદાર્થ છે. જે શરીરમાંથી વિષાકત પદાર્થો અને અતિરિકત કોલેસ્ટ્રોલને બહાર કાઢશે. ભીંડાના નિયમિત સેવન ગુડ કોલેસ્ટ્રોલના લેવલને જાળવી રાખે છે.

બ્રોકલી : બ્રોકલીમાં ઘણા એવા પોષકતત્વ છે જે શરીરને બેડ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. જેમાં એન્ટી ઓકસીડેટવ્સની સાથે ફ્રાઇટોકેમિકલ્સ પણ મળે છે. જે હાર્ટને હેલ્દી રાખે છે.

- Advertisement -

પાલક : પાલક ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટી જાય છે. પાલક ખાર્ટરીજમાં કોલેસ્ટ્રોલને જામવા નથી દેતા. રોજે પાલક ખાવાથી હાર્ટ હેલ્થ સુધરે છે. આમ શરેરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે અમુક શાકભાજીનું નિયમિત સેવન કરવું જરૂરી છે. જેનાથી આપના શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular