ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડીયા અંતર્ગત તા. 17 સપ્ટેમ્બર એટલે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસથી શરુ કરીને તા. 2જી ઓટોબર એટલે કે, ગાંધી જયંતિ સુધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી સેવા પખવાડીયા અંતર્ગત વિવિધ સેવાકિય કાર્યો કરવામાં આવ્યા હતાં. જેની આજ પૂર્ણાહુતિ હોય, ત્યારે ચાંદીબજાર ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. આ તકે ભાજપના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, મેયર વિનોદભાઇ ખિમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોષી, દંડક કેતનભાઇ નાખવા તેમજ સેવા પખવાડીયાના ઇન્ચાર્જ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.