Saturday, October 23, 2021
Homeરાષ્ટ્રીયમાહિતી અધિકારના કાયદાનું ધીમું મોત !!

માહિતી અધિકારના કાયદાનું ધીમું મોત !!

- Advertisement -

- Advertisement -

2019માં ફેબ્રુઆરી માસ દરમિયાન સુપ્રિમ કોર્ટે એક ચુકાદામાં એવી શકયતા વ્યકત કરેલી કે, આરટીઆઇના કાયદાનું ધીમું મોત થઇ શકે છે. એ પછીના મહિનાઓમાં આ શકયતા વાસ્તવિકતા બનવા તરફ આગળ વધી રહી છે.

કોઇ પણ લોકતંત્રમાં નાગરિકોના અધિકારોની રક્ષા કરવાની કવાયત કેટલાં પ્રમાણમાં થઇ રહી છે. તેના પર લોકતંત્રની ગુણવતા આધાર રાખતી હોય છે. સુપ્રિમ કોર્ટે અત્યાર સુધીમાં જે કોઇ અર્થઘટનો આ કાયદા સંદર્ભે કર્યા છે. તેના કારણે તેના અલબત આરટીઆઇની પ્રતિષ્ઠા વધી છે. નાગરિક અધિકારો મજબૂત બન્યા છે.
2005માં આ કાયદો અમલમાં આવ્યો તે લોકતંત્રીની રક્ષા માટે એક માઇલસ્ટોન પૂરવાર થયો. કોંગ્રેસ આ કાયદો લાવી હતી. જાહેર ખર્ચની પારદર્શકતાની દિશામાં આ કાયદાએ નાગરિકોને કાયદાનું હથિયાર આપ્યું.

16 વર્ષ પછી આજે જોઇએ તો આ કાયદાની અસરકારકતા ખતમ થવા જઇ રહી છે. કાયદાને મંદ(ડાઇલ્યૂટ) બનાવવા પ્રયત્નો જોવા મળે છે. ભારત સરકાર તથા રાજયોની સરકારો નાગરિકોના આ અધિકાર પ્રત્યે ખાસ સંવેદનશીલ કે ઉત્સુક નથી તેવું ચિંતાજનક ચિત્ર ઉપસે છે.

કેન્દ્ર તથા રાજયોના માહિતી આયોગોની સક્રિયતા નોંધપાત્ર નથી. નિરાશાજનક છે. કેન્દ્ર-રાજયોના માહિતી આયોગમાં આરટીઆઇનાં પડતર કેસોની સંખ્યા બહુ મોટી થઇ ગઇ છે. જે દર્શાવે છે કે, આ કાયદાનું ધીમું મોત થઇ રહ્યું છે.

દેશના તમામ 29 માહિતી આયોગની કાર્યપધ્ધતિ ઉત્સાહજનક નથી. ઉત્તરપ્રદેશમાં એક વર્ષથી માહિતીઆયોગના વડાની નિમણૂંક થઇ નથી. રાજસ્થાન સરકારે આ નિમણૂંક બે વર્ષથી કરી નથી. ઓડિશાની વાત કરીએ તો, હાલની ઝડપે આ કેસોનો નિકાલ કરવામાં આવે તો 7 વર્ષે કામ પૂર્ણ થાય ! મહારાષ્ટ્રમાં પોણાં લાખ જેટલાં કેસો પડતર છે.

ભારતીય લોકતંત્ર હાલની સ્થિતિ કરતાં સારી સ્થિતિ ડીઝર્વ કરે છે. પરંતુ નાગરિકોના હાથમાંનું આ હથિયાર બૂઠું બનવા જઇ રહ્યું છે !

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular