જામનગર શહેરના રામેશ્ર્વરનગર માટેલ ચોક વિસ્તારમાં જાહેરમાં તીપતીનો જુગાર રમતાં છ મહિલા સહિત સાત શખ્સોની પોલીસે રેઇડ દરમ્યાન રૂપિયા 35,000ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના રોમશ્ર્વરનગર માટેલ ચોક વિસ્તારમાં આવેલાં કિષ્ના પાર્ક-1 માં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસે રેઇડ દરમ્યાન જયવંતસિંહ મનુભા વાઢેર અને 6 મહિલા સહિત સાત શખ્સોને રૂા.35,000ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.