જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને કુલ રૂા.1,67,470 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ શેરી નંબર-1 માં રહેતો નારણ ઉર્ફે ભીખો વેજાણંદ ડેરના મકાનમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની એલસીબીને મળેલી બાતમીના આધારે પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી એન મોરી, પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, ઘનશ્યામભાઈ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.
રેઈડ દરમિયાન નારણ ઉર્ફે ભીખો વેજાણંદ ડેર, વનરાજ સવસી પારજીયા, રમેશ બાબુ મકવાણા, ભીખુ પોલા ડાંગર, સંજય બાબુ તરાવીયા, અજય ભીખુ જંડાલિયા, ગોવિંદ નાથા રાઠોડ નામના સાત શખ્સોને એલસીબીની ટીમે રેઈડ દરમિયાન રૂા.80,470 ની રોકડ રકમ અને રૂા.27,000ની કિંમતના 7 મોબાઇલ ફોન તથા રૂા.60,000 ની કિંમતનું બાઇક મળી કુલ રૂા.1,67,470 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં મકાનમાંથી તિનપતિનો જૂગાર રમતા સાત ખેલંદાઓ ઝડપાયા
એલસીબી ટીમનો દરોડો : રૂા.1.67 લાખનો મુદ્દામાલ કબ્જે