ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં લોક દરબારનું આયોજન કરાયું છે. જેમાં લોકોની ફરિયાદો રજૂઆતો સાંભળશે.

જામનગર 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા જનતાના પ્રશ્ર્નો-ફરિયાદો અને વિકાસ કાર્યો માટે અલગ અલગ વોર્ડમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી લોકો ધારાસભ્ય સાથે મુક્તમને ચર્ચા કરી શકે. આજરોજ સવારે વોર્ડ નં. 16માં સિધ્ધનાથ મહાદેવ મંદિર (જલારામ મંદિર), સાધના કોલોની ખાતે લોક દરબાર યોજ્યો હતો. જેમાં ધારાસભ્ય દિવ્યેશભાઇએ લોકોને સાંભળ્યા હતાં. આ તકે સ્થાનિક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.
આ ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી દ્વારા આવતીકાલ તા. 18ના સવારે 9:30 થી 12:30 દરમિયાન વોર્ડ નં. 7 શ્રીજીહોલ, એમ્બ્યુઝમેન્ટ પાર્કથી આગળ 1404 આવાસ રોડ, તા. 19ના સવારે 9:30થી 12:30 દરમિયાન વોર્ડ નં. 13 કસરીબાગ, સોની સમાજની વાડી ખંભાળિયા નાકા બહાર, તા. 21ના રોજ સવારે 9:30થી 12:30 દરમિયાન વોર્ડ નં. 14 મનિષ કટારીયા ઓફિસ, ભાજપ કાર્યાલય હિંગળાજ ચોક પાસે 58 દિ.પ્લોટમાં લોક દરબાર યોજાશે.