Monday, May 4, 2026
Homeરાજ્યજામનગરજામનગરના મહિલા મેયર સહિતના હોદેદારો માટે સેન્સપ્રક્રિયા - VIDEO

જામનગરના મહિલા મેયર સહિતના હોદેદારો માટે સેન્સપ્રક્રિયા – VIDEO

2026ની ચૂંટણીમાં 64માંથી 60 બેઠકો ઉપર ભાજપનો ઐતિહાસિક વિજય : મહિલા મેયર અને અન્ય હોદેદારોની વરણી માટે સેન્સ પ્રક્રિયા : શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને મહામંત્રીઓની ઉપસ્થિતિ

જામનગર મહાનગરપાલિકાના હોદેદારોની વરણી માટે ઐતિહાસિક જિત બાદ ભાજપ દ્વારા નિરિક્ષકોએ ચૂંટાયેલા કોર્પોરેટરોએ સેન્સપ્રક્રિયા તથા વોર્ડ પ્રમુખ અને મંત્રીઓને સાંભળ્યા બાદ હવે ઉમેદવારોની નામાવલિ પ્રદેશ અધ્યક્ષને સોંપવામાં આવી હતી.

- Advertisement -

સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીમાં જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવી 60 બેઠકો ઉપર જિત મેળવી હતી. ઐતિહાસિક જિત બાદ ચૂંટાયેલા કોર્પોરેટરોમાંથી આગામી હોદેદારોની વરણી માટે રવિવારે જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે અમદાવાદના પૂર્વ મેયર ગૌતમભાઇ શાહ, પ્રદેશ સંયોજક રાજુભાઇ પટેલ સહિતના નિરિક્ષકો દ્વારા સેન્સપ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સેન્સપ્રક્રિયામાં બન્ને નિરિક્ષકો દ્વારા વોર્ડવાઇઝ કોર્પોરેટરો તેમજ વોર્ડ પ્રમુખ અને મંત્રીઓને એક પછી એક બોલાવી હોદેદારોની સેન્સ માટેની કામગીરી સવારે સાડા દશ વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. આ સેન્સપ્રક્રિયા બે નિરિક્ષકો અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને મહામંત્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ તકે જામનગર પ્રભારી ધનસુખભાઇ ભંડેરી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યવાહી મોડી બપોર સુધી ચાલુ રહી હતી. જેમાં ભાજપના ચૂંટાયેલા 60 કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યાં હતાં. આ 60 પૈકીના 30 મહિલાઓ વિજેતા થયા હતા. આગામી મેયર મહિલા અનામત હોય જેથી મહિલા મેયર નક્કી કરવા માટેની સેન્સપ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોય જેથી આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના હોદેદારોની વરણી કરવામાં આવશે. નિરિક્ષકો દ્વારા હાથ ધરાયેલી સેન્સપ્રક્રિયા બાદ ત્યારબાદ રિપોર્ટ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યા પછી નિર્ણય કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular