જામનગર તથા દ્વારકા સહિત રાજ્યભરનું ધોરણ 12 (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)નું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં જામનગર જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.99% અને દ્વારકા જિલ્લાનું 95.27% પરિણામ જાહેર થયું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું જામનગર જિલ્લાનું પરિણામ 89.90% તથા દ્વારકા જિલ્લાનું 86.88% જાહેર થયું છે.
માર્ચ 2026માં લેવાયેલી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ પૈકી આજે ધોરણ 12 (સા.પ્ર. અને વિ.પ્ર)નું પરિણામ જાહેર થયું છે. સમગ્ર ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે. જ્યારે જામનગર જિલ્લાની વાત કરીએ તો, જામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.99% પરિણામ જાહેર થયું છે. જામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 8020 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી કુલ 8000 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેનું પરિણામ 92.99% આવ્યું છે. જામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 241 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 1137 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 1486 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 1637 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ તથા 1684 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ, 1074 વિદ્યાર્થીઓને C-2 ગ્રેડ તેમજ 175 વિદ્યાર્થીઓને ’D’ ગ્રેડ મળ્યો છે. જ્યારે 581 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં અસફળ રહ્યાં છે.
જ્યારે કેન્દ્રવાઇઝ પરિણામ પર નજર કરીએ તો, જામનગર જિલ્લાના જામનગર સેન્ટરનું 91.07% પરિણામ આવ્યું છે. જામનગર સેન્ટરમાં 4949 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 4936 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 4495 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ધ્રોલ સેન્ટરનું 96.44% પરિણામ આવ્યું છે. જેમાં 1270 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 1265 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 1220 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા. કાલાવડ સેન્ટરનું 96.03% પરિણામ આવ્યું છે. જેમાં 730 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 730વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 701 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. લાલપુર સેન્ટરનું 94.51% પરિણામ આવ્યું છે. જેમાં 493 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 492 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 465 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જામજોધપુર સેન્ટરનું 96.71% પરિણામ આવ્યું છે. જેમાં 578 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 577 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 558 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
દ્વારકા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 95.27 % પરિણામ જાહેર થયું છે. દ્વારકા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3457 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી કુલ 3443 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેનું પરિણામ 95.27% આવ્યું છે. દ્વારકા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 58 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 430 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 674 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 815 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ તથા 740 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ, 467 વિદ્યાર્થીઓને C-2 ગ્રેડ તેમજ 96 વિદ્યાર્થીઓને ‘D’ ગ્રેડ મળ્યો છે. જ્યારે 177 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં અસફળ રહ્યાં છે.
કેન્દ્રવાઇઝ પરિણામ પર નજર કરીએ તો, ખંભાળિયા સેન્ટરનું 96.85 % પરિણામ આવ્યું છે. જેમાં 1336 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 1334 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 1292 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. દ્વારકા સેન્ટરનું 90% પરિણામ આવ્યું છે. જેમાં 333 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 330 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 297 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ભાટિયા સેન્ટરનું 96.35% પરિણામ આવ્યું છે. જેમાં 661 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 658 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 634 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ભાણવડ સેન્ટરનું 97.26 % પરિણામ આવ્યું છે. જેમાં 552 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 548 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 533 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. કલ્યાણપુર સેન્ટરનું 91.84% પરિણામ આવ્યું છે. જેમાં 445 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 441 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 405 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
સામાન્ય પ્રવાહની સાથે જ આજે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ જાહેર થયું હતું. જેમાં સમગ્ર રાજ્યનું 84.33% પરિણામ જાહેર થયું છે. જ્યારે જામનગર જિલ્લાનું 89.90% પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં જામનગર જિલ્લામાં 1831 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી કુલ 1822 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેનું પરિણામ 89.90% આવ્યું છે. જામનગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 29 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 269 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 436 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 382 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ તથા 308 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ, 189 વિદ્યાર્થીઓને C-2 ગ્રેડ તેમજ 25 વિદ્યાર્થીઓને ‘D’ ગ્રેડ મળ્યો છે. જ્યારે 193 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં અસફળ રહ્યાં છે.
કેન્દ્રવાઇઝ પરિણામ પર નજર કરીએ તો, જામનગર સેન્ટરનું 86.77% પરિણામ આવ્યું છે. જેમાં 1247 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 1240 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 1076 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ધ્રોલ સેન્ટરનું 97.31% પરિણામ આવ્યું છે. જેમાં 559 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 557 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 542 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
જ્યારે દ્વારકા જિલ્લાનું 86.88% પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં દ્વારકા જિલ્લામાં 322 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી કુલ 320 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેનું પરિણામ 86.88% આવ્યું છે. દ્વારકા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 02 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 20 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 77 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 77 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ તથા 63 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ, 36 વિદ્યાર્થીઓને C-2 ગ્રેડ તેમજ 03 વિદ્યાર્થીઓને ‘D’ ગ્રેડ મળ્યો છે. જ્યારે 44 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં અસફળ રહ્યાં છે.
કેન્દ્રવાઇઝ પરિણામ પર નજર કરીએ તો, ખંભાળિયા સેન્ટરનું 87.21% પરિણામ આવ્યું છે. જેમાં 260 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 258 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 225 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. મીઠાપુર સેન્ટરનું 85.48% પરિણામ આવ્યું છે. જેમાં 62 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 62 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 53 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થતાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ અને તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. વિદ્યાર્થીઓને મ્હોં મીઠાં કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


