18 ડિસેમ્બર, 1966 ના રોજ ખગોળશાસ્ત્રી રિચાર્ડ વોકરે શનિના વલયો વચ્ચે ચંદ્રનું અવલોકન કર્યુ : જો કે 15 ડિસેમ્બરના રોજ ઓકન ડોલ્ફસ નામના વૈજ્ઞાનિકે પણ શનિની નજીક એક ચંદ્ર જોયો હતો. અને તેનું નામ ‘જાનુસ’ રાખ્યું હતું. ત્રણ દિવસ પછી, વોકરે પોતે જોયેલા ચંદ્રને જાનુસથી અલગ ગણાવ્યો.
તે સમયના વૈજ્ઞાનિકો બંનેને એક જ માનતા હતાં. કાકે બંને એક જ ભ્રમણ કક્ષામાં હતાં તે સમયે વૈજ્ઞાનિકો માનતા હતાં કે, માત્ર એક જ ચંદ્ર છે જેને ‘જાનુસ’ કહેવામાં આવે છે. પછીથી વોકરની શોધ અલગ હોવાનું જાણવા મળ્યું હતું. એટલે કે તે જાનુસ નહીં પણ શનિનો બીજો ઉપગ્રહ ‘એપિમેથિયસ’ હતો. જેનો આકાર બટાકા જેવો છે. જેનો સરેરાશ વ્યાસ 58 કિલોમીટર છે. ચંદ્રની સપાટી પર ઘણાં મોટા ક્રેટર છે. જેમ કે હિલેરા અને પોલકસ જેનો વ્યાસ 30 કિલોમીટરથી વધુ છે. એપિમેપિયસના દક્ષિણ ધ્રુવ પર મોટા ખાડાને કારણે સપાટી પર દેખીતી રીતે ચપટી થઈ રહી છે.
આ ચંદ્ર મુખ્યત્વે પાણીના બરફનો બનેલો હોવાનું માનવામાં આવે છે. તેની ઘનતા 0.7 કરા ઓછી છે જે દર્શાવે છે કે તે ‘કાંઠાનો ખુટો છે’ અથવા ગુરૂત્વાકર્ષણ દ્વારા એક સાથે રાખવામાં આવેલા છૂટક ટુકડાઓનો સંગ્રહ છે. તેની સપાટી પર શ્યામ અને તેજસ્વી વિસ્તારો પણ જોવા મળ્યા છે. તેજસ્વી વિસ્તારો કદાચ પાણીનો બરફ છે. જ્યારે અંધારિયા વિસ્તારો ઢોળાવ પરથી નીચે પડતી ધુળને કારણે થાય છે.
જાનુસ અને એપિમેથિયસ વચ્ચેના પ્રદેશમાં એક ઝાંખી ધુળવાળી રિંગ પણ મળી આવી છે. જેને જાનુસ / એપિમેપિયસ રિંગ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે, આ વીટી ઉલ્કાપિંડની અથડામણને કારણે આ ચંદ્રની સપાટી પરથી છુટેાલ કણોથી બનેલી છે.