Tuesday, March 19, 2024
Homeઆંતરરાષ્ટ્રીયભારતીય મૂળના સત્યા નડેલા બન્યા માઈક્રોસોફ્ટના ચેરમેન

ભારતીય મૂળના સત્યા નડેલા બન્યા માઈક્રોસોફ્ટના ચેરમેન

છેલ્લા 7 વર્ષથી છે કંપનીના CEO

- Advertisement -

વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર નિર્માતા કંપની માઈક્રોસોફ્ટના ચેરમેન તરીકે સત્યા નડેલાની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય મૂળના સત્યા નડેલા છેલ્લા 7 વર્ષથી કંપનીના સીઈઓ રહ્યા છે. કંપનીએ તેમના નેતૃત્વ હેઠળ નવી ઊંચાઈઓ હાંસલ કરી છે અને તેને ચેરમેન બનાવવામાં આવ્યા છે. હવે નડેલા જોન થોમસનની જગ્યા લેશે. થોમસન હવે લીડ ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર રહેશે.

- Advertisement -

ભારતીયવંશના 53 વર્ષીય સત્યા નડેલાને 2014 માં માઇક્રોસફ્ટના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. તેઓએ જ્યારે પદ સંભાળ્યું ત્યારે કંપની ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી હતી. નડેલાએ આ મુશ્કેલીઓમાંથી માઇક્રોસફ્ટને બહાર કાઢવામાં જ નહી પરંતુ નવી ઊંચાઈઓ હાંસિલ કરવામાં પણ મદદ કરી. તેમણે ક્લાઉડ કમ્પ્યુટિંગ, મોબાઇલ એપ્લિકેશન અને આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યારે ઓફિસ સોફ્ટવેર ફ્રેન્ચાઇઝીને પણ જીવંત બનાવ્યું.

સત્યા નડેલા કંપનીના ત્રીજા સીઇઓ છે અને તે કંપનીના ઇતિહાસમાં ત્રીજા ચેરમેન બન્યા છે. અગાઉ બિલ ગેટ્સ અને થોમસન કંપનીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. નાડેલા પહેલાં, સ્ટીવ બાલ્મર કંપનીના સીઈઓ હતા. કંપનીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે થોમસન સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સક્રિય રહેશે અને સત્યા નડેલાના કાર્યોની તેમજ બોર્ડ કામગીરીની દેખરેખ રાખશે અને ઉલ્લેખનીય છે કે સત્યા નડેલાનો જન્મ વર્ષ 1967 માં ભારતના હૈદરાબાદમાં થયો હતો. તેમના પિતા વહીવટી અધિકારી હતા અને માતા સંસ્કૃત વ્યાખ્યાન હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular