Wednesday, September 11, 2024
Homeરાષ્ટ્રીયરૂપિયો સ્થિર, જીડીપી સારી, મોંઘવારીની થોડી ચિંતા : RBI

રૂપિયો સ્થિર, જીડીપી સારી, મોંઘવારીની થોડી ચિંતા : RBI

- Advertisement -

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. દાસ વતી રેપો રેટ 6.5 ટકા રાખવામાં આવ્યો છે. આ સાતમી વખત છે જ્યારે આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, વ્યાજ દરોની સમીક્ષા કરવા માટે આરબીઆઈ MPCની બેઠક 3 એપ્રિલથી 5 એપ્રિલની વચ્ચે યોજાઈ હતી, જેમાં 6 માંથી 5 MPC સભ્યોએ બહુમતીના આધારે વ્યાજ દરોમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો.

- Advertisement -

આરબીઆઇ ગવર્નર શશીકાંત દાસે જણાવ્યું હતું કે, નબળી વૈશ્ર્વિક આર્થિક વ્યવસ્થા વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર ગ્રોથ નોંધાવી રહ્યું છે. તેમણે નાણાંકિય વર્ષ 2025માં ભારતના આર્થિક વિકાસનો દર 7 ટકા રહેવાનું અનુમાન વ્યકત કર્યુ છે. બીજી તરફ ડોલર તેમજ અન્ય વૈશ્ર્વિક કરન્સીઓ સામે ભારતીય રૂપિયો સ્થિર હોવાનું તેમણે જણાવ્યું હતું. ડોલર અને બોન્ડમાં ભારે ચઢાવ-ઉતાર જોવા મળી રહયા છે. ત્યારે ભારતીય રૂપિયો સ્થિર રહ્યો છે. આ ઉ5રાંત મોંઘવારીને લઇને તેમણે થોડી ચિંતા વ્યકત કરી હતી. 2025માં ફુગાવો પાંચ ટકાએ રહેવાનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે. જે આરબીઆઇના નિર્ધારિત લક્ષ્ય 4 ટકા ઉપર છે. ભારતમાં આર્થિક ગતિવિધીઓ સ્ટેબલ ટુ પોઝિટીવ હોવાને કારણે વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, વ્યાજદરમાં ઘટાડાની શરૂઆત કયારથી થશે તે અંગેના તેમણે કોઇ સંકેતો આપ્યા નથી. એમપીસીના કુલ 6 સભ્યો પૈકી પાંચ સભ્યો વ્યાજદર યથાવત રાખવાની તરફેણમાં રહ્યા હતા. ક્રેડિટ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં પણ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાન્યુઆરીથી માર્ચ દેશમાં લિકવિડીટી સારી હોવાનું તેમણે જણાવ્યું હતું. જયારે એપ્રિલમાં તે સરપ્લસ થવાનું પણ અનુમાન વ્યકત કરાયું છે. આરબીઆઇની પોલિસીએ વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવતા લોકોના ઇમેઆઇમાં કોઇ ઘટાડો થશે નહીં. જો કે, નવી લોન પણ સસ્તી થશે નહી.

ભારતનો આર્થિક વિકાસ 2023ના ડિસેમ્બર ત્રિમાસિકમાં દર 8.40 ટકા રહ્યો હતો જે મોટા અર્થતંત્રમાં સૌથી વધુ હતો. આ ઉપરાંત ફેબુ્રઆરીનો ફુગાવો પણ અપેક્ષા કરતા વધુ રહી 5.09 ટકા આવ્યો હતો. જે રિઝર્વ બેન્કના 4 ટકાના ટાર્ગેટ કરતા ઘણો ઊંચો છે. જ્યાંસુધી ફુગાવો 4 ટકાની આસપાસ નહીં આવે ત્યાંસુધી રેપો રેટમાં ઘટાડો વહેલો ગણાશે એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે અગાઉ નિરીક્ષણ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular