Monday, March 17, 2025
Homeરાજ્યગુજરાતમારા દિકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી: મુખ્યમંત્રી વિજય રૂપાણી

મારા દિકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી: મુખ્યમંત્રી વિજય રૂપાણી

સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે જેને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયસરકારને લોકડાઉન લાગુ કરવા સુચન કર્યું હતું. જેને ધ્યાને લઇ ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જામનગર સહિત 20 જિલ્લામાં રાત્રી કફર્યુની જાહેરાત કરવામાં આવી હતી. રાત્રી કફર્યુની જાહેરાતબાદ સોશ્યલ મિડીયામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતોએ જોર પકડયું હતું.

- Advertisement -

વિજય રૂપાણીના દિકરાના લગ્નના નામે સોશ્યલ મિડીયામાં અનેક અફવાઓ ચાલતી હતી અને તિખળખોરોએ રમૂજ ફેલાવતા સંદેશાઓ શરૂ થયા હતાં. ત્યારે વિજય રૂપાણી દ્વારા આજરોજ સોશ્યલ મીડિયા મારફત આ વાતને અફવા ગણાવી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોશ્યલ મિડીયા ઉપર એક પોસ્ટ કરી જણાવ્યું છે કે, ‘મારા દિકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે આ પ્રકારનું કોઇ આયોજન હતું જ નહીં અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોના સંક્રમણનેે અટકાવવાનું છે.’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular