જામનગર તાલુકાના ઠેબા ચોકડીથી ઠેકા ગામ સુધીના માર્ગ પર એક મહિના પૂવે સવારના સમયે પસાર થતા યુવાનને કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ આંતરીને તેની પાસે રહેલી રૂા.10000 ની રોકડ રકમની લૂંટ કરી ગયા હતાં.

આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં રહેતો અને ડ્રાઈવિંગ કરતો દિનેશગર ખીમગર ગોસ્વામી (ઉ.વ.48) નામનો યુવાન ગત તા.8 જાન્યુઆરીના સવારના 11:30 વાગ્યાના અરસામાં ઠેબા ચોકડીથી ઠેબા ગામ તરફ જતો હતો. તે દરમિયાન કીયા કંપનીની કારનેશ કારમાં આવેલા ડ્રાઈવર સહિતના ચાર અજાણ્યા શખ્સોએ દિનેશગરને આંતરીને તેના ખીસ્સમાં રહેલી રૂા.10000 ની રોકડ રકમની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા. લૂંટના બનાવના એક મહિના બાદ દિનેશગર દ્વારા આ લૂંટ અંગે ચાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધવવામં આવી હતી. જેના આધારે પીઆઈ વી જે રાઠોડ તથા સ્ટાફે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.