Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરકોરોના ગાઇડલાઇનનું પાલન કરવા કોર્પોરેટર દ્વારા અનુરોધ

કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા કોર્પોરેટર દ્વારા અનુરોધ

જામનગરના વોર્ડ નં. 1માં કોરોનાના પોઝિટિવ કેસો વધુ આવ્યા હોય અને તેમની હાલત પણ ગંભીર હોય, આ પરિસ્થિતિમાં વોર્ડ નં. 1ના નાગરિકોએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

છેલ્લા એકાદ માસથી કોરાનાની ગંભીર બિમારીના કારણે વોર્ડ નં. 1માં મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. વોર્ડ નં. 1ના જોડિયાભુંગા વિસ્તારમાંથી, ધરારનગર-1માંથી તથા બેડી વિસ્તારમાંથી તા. 12 એપ્રિલ સુધીમાં સાત વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જ્યારે હાલ 40 જેટલા વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા છે. તેઓની હાલત ગંભીર છે. આ પરિસ્થિતિમાં વોર્ડ નં. 1માં દરેક વડીલો-ભાઇઓ, બહેનો તથા યુવાનોને કોરોનાના નિયમોનું પાલન કરવા, કામ સિવાય બહાર ન નિકળવા તથા માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત વોર્ડ નં. 1ના આરોગ્ય કેન્દ્રમાં ચાલતાં રસિકરણનો લાભ લેવા વોર્ડ નં. 1ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular