શ્રી મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિરમાં દક્ષ લક્ષન પર્યુષણ પર્વ નિમીતે ભાગવાન શાંતિનાથની રથયાત્રા દિગંબર જૈન મંદિરે થી નીકળી હતી જે પવનચક્કી, ખંભાળિયા ગેટ પોલીસ ચોકી સહિતના રાજમાર્ગો પર ફરી પરત મંદિરે આવી હતી. જેમાં પ્રમુખ સુનિલભાઈ પૂનાતર, બિપિનભાઈ દિલીપભાઈ આશિષ ભાઈ, હિતેન ભાઈ, પ્રદીપભાઈ, પરેશભાઈ ટ્રસ્ટી તાથા મુમુક્ષુ ભાઈ અને એ બહેનો મોટી સંખ્યામા હતા.
ભાદરવા સુદ 5 થી ભાદરવા સુદ 14 એમ 10 દિવસ પ્રતિદીન જીનેન્દ્ર અભિષેક, પૂજ્ય ગુરુદેવ કાનજીસ્વામીનું સી.ડી.પ્રવચન, પારલા મંદિર મુંબઈથી આવેલ જયતીબેનનો સ્વધ્યાય દક્ષ લક્ષણ સમુહ પૂજા અજય ભાઈ કરાવયુ હતુ સાજે આરતી ભક્તિ પ્રતિક્રમણ કરાવાયું હતું.