Friday, March 29, 2024
Homeવિડિઓદ્વારકામાં કોમી એકતાનું ઉદાહરણ : રામનવમી શોભાયાત્રામાં મુસ્લિમો દ્વારા રામભકતોનું સન્માન -...

દ્વારકામાં કોમી એકતાનું ઉદાહરણ : રામનવમી શોભાયાત્રામાં મુસ્લિમો દ્વારા રામભકતોનું સન્માન – VIDEO

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રામનવમીની ભકિતભાવપૂર્વક ઉજવણી થઈ હતી. ત્યારે રામનવમીની ઉજવણીમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પણ સામે આવ્યું હતું. રામનવમી શોભાયાત્રામાં મુસ્લિમો દ્વારા રામ ભકતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રામનવમીના દિવસે યોજાનારી ભવ્ય શોભાયાત્રામાં ગત વર્ષ જેવી અઘટીત ઘટના ન બને તે માટે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. દ્વારકા જિલ્લામાં ગત રામનવમી દરમિયાન જે મસ્જિદ પાસે ઝંડી સળગી હતી તે રૂટ ઉપરથી જ ડીવાયએસપી સમીર સારડા દ્વારા સૂઝબૂઝ સાથે રામનવમીની શોભાયાત્રાના તે જ રૂટ પરથી પસાર થઈ ત્યારે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા મસ્જિદ પાસે ફુલહાર તથા શાલ સાથે શોભાયાત્રાના આગેવાનોનું સન્માન કર્યુ હતું તેમજ કેટલાંક વેપારીઓએ શોભાયાત્રામાં આઈસ્ક્રીમ, પાણી, ફરાળી ચીપ્સ સહિતની સેવાઓ પણ પુરી પાડી હતી. શોભાયાત્રાના આયોજકો દ્વારા શોભાયાત્રાનો રૂટ બદલવાની ના પાડવામાં આવતી હોય ડીવાયએસપી દ્વારા ચૂસ્ત બંદોબસ્ત અને સૂઝબૂઝ સાથે શોભાયાત્રા તે જ રૂટ ઉપરથી કઢાવી રામનવમીની શાંતિપૂર્વક ઉજવણી કોમીએકતાના ઉત્કૃષ્ઠ સાથે સંપન્ન કરવામાં પોલીસને મહત્વની સફળતા મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular