Sunday, April 27, 2025
Homeરાજ્યહાલારકારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો, બુટલેગર નાશી ગયો

કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો, બુટલેગર નાશી ગયો

પોલીસે દારૂ અને કાર સહિત રૂા.5.81 લાખનો મુદ્દામાલ કબ્જે : એલસીબીની ટીમના દારૂ અંગે ચાર સ્થળોએ દરોડા : દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ

જામજોધપુર પંથકમાંથી પોલીસે બાતમીના આધારે બલેનો કારને આંતરીને 108 બોટલ દારૂ સહિત 5.81 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા શખ્સની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામજોધપુર નજીકથી કારમાં દારૂ પસાર થવાની હેકો ભગીરથસિંહ જાડેજા, એએસઆઇ સંજયભાઈ જીલરીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ એસ રબારી, પીએસઆઈ એચ.બી. વડાવીયા, પ્રો. એએસઆઈ સંજયભાઈ જીલરીયા, હેકો ભગીરથસિંહ જાડેજા, પો.કો. બ્રિજરાજસિંહ જાડેજા, સરમણભાઈ ગળચર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પોલીસને જોઇ કારચાલક કાર મૂકી પલાયન થઈ ગયો હતો. બાદમાં પોલીસે કારની તલાસી લેતા જીજે-25-એએ-6277 નંબરની બલેનો કારમાંથી રૂા.71,928 ની કિંમતની 108 બોટલ દારૂ, રૂા.5 લાખની કાર અને રૂા.10 હજારનો મોબાઇલ મળી આવતા પોલીસે રૂા.5,81,928 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા કરશન કાના કોડિયાતર (રહે. રાણાવાવ) નામના બુટલેગરની શોધખોળ આરંભી હતી.

બીજો દરોડો, જામનગર તાલુકાના ઢીચડા ગામમાં રહેતાં શબીરના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના દિલીપભાઈ તલાવડિયા, અરજણભઈ કોડિયાતર, મયુરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ પી.એન. મોરી, એ.કે. પટેલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન શબીર ઉર્ફે શકર જુમા દોદેપૌત્રાના મકાનમાંથી તલાસી લેત રૂા.29,820 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 59 બોટલો અને રૂા.500 ની કિંમતનો મોબાઇલ મળી આવતા એલસીબીએ પુછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો સાગર હમીર માણેક દ્વારા સપ્લાય કર્યાનું ખુલતા એલસીબીએ સાગરની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, એલસીબીના દિલીપભાઈ તલાવડિયા, અરજણભઈ કોડિયાતર, મયુરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે જામનગરના મયુરનગર ત્રણ માળિયા આવાસ બ્લોક નંબર-6 અને ફલેટ નંબર-2 માં રહેતા દારૂના ગુનામં નાસતા ફરતા આરોપી સુનિલ ઉર્ફે સાગર હમીર માણેક નામના શખ્સના ભાડાના ફલેટમાં રેઇડ દરમિયાન તલાસી લેતા 14,400 ની કિંમતની દારૂની 36 બોટલો અને 5500 ની કિંમતના બે મોબાઇલ ફોન સહિત કુલ રૂા.19,900 ના મુદદ્દામલ સાથે સુનિલ ઉર્ફે સાગરને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો શબીર જુણેજ દ્વારા સપ્લાય કરાયાની કેફિયતના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યાવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો, એલસીબીના દિલીપભાઈ તલાવડિયા, અરજણભઈ કોડિયાતર, મયુરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયાના નેજા હેઠળ ટીમ દ્વારા જામનગરના ધરારનગર-2 મહેબુબશા પીરની દરગાહ પાસે રહેતાં કિરીટસિંહ ઉર્ફે કિરીટ બહાદુરસિંહ ચુડાસમાના મકાનમાંથી તલાસી લેતા રૂા.9564 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 16 બોટલ દારૂ અને પાંચ હજારની કિંમતનો મોબઇલ ફોન મળી આવતા એલસીબીની ટીમે કુલ રૂા.14,564 ના મુદ્દામાલ સાથે કિરીટસિંહની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી દારૂનો જથ્થો સાગર હમીર માણેક દ્વારા સપ્લાય કરાયાની કેફિયતના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular