Saturday, October 12, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં વરસાદી કહેર

રાજ્યમાં વરસાદી કહેર

- Advertisement -

ગુજરાતમાં વરસાદના ત્રીજો રાઉન્ડમાં સૌરાષ્ટ્રને સૌથી વધુ ઘમરોળ્યુ છે અને અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 46 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. નવસારીના ખેરગામ ખાતે 4 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. વલસાડના ધરમપુર ખાતે બે ઈંચ, વાપી ખાતે પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકામાં સામાન્ય છૂટક વરસાદ જોવા મળ્યો છે.

- Advertisement -

રાજ્યમાં હજુ પણ વરસાદ ભારે આગાહી કરવામાં આવી છે જેમા 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ આજે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે જેમાં ભાવનગર, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 112.42 ટકા, સૌરાષ્ટ્રમાં 83.30 ટકા, ઉત્તર ગુજરાતમાં 53.77 ટકા, દક્ષિણ ગુજરાતમાં 47.12 ટકા, પૂર્વ ગુજરાતમાં 47.12 ટકા વરસાદ વરસ્યો છે જ્યારે રાજ્યમાં સિઝનનો કુલ 59.11 ટકા વરસાદ વરસ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular