Monday, April 28, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં પીજીવીસીએલ દ્વારા વીજચોરી અંગે દરોડા

જામનગરમાં પીજીવીસીએલ દ્વારા વીજચોરી અંગે દરોડા

48 જેટલા કર્મચારીઓ દ્વારા વીજચેકીંગ હાથ ધરાયું

જામનગર પીજીવીસીએલના વિવિધ સબ ડિવિઝન દ્વારા જામનગર શહેરમાં વીજચોરી અંગે દરોડા પાડવામાં આવ્યાં હતાં. શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં પીજીવીસીએલના અધિકારીઓએ વીજચેકીંગ હાથ ધર્યુ હતું.

- Advertisement -

પીજીવીસીએલ જામનગરના દરબારગઢ સબ ડિવિઝન અંતર્ગતના વિવિધ વિસ્તારો, પટેલ કોલોની સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારો, સાત રસ્તા સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારો તેમજ સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા વીજચોરી અંગે સઘન ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 28 પોલીસ કર્મચારીઓ, 15 જીયુવીએનએલ પોલીસ તથા 12 એકસઆર્મીમેન મળી કુલ 48 જેટલા કર્મચારીઓ આ વીજચેકીંગ કાર્યવાહીમાં જોડાયા હતાં અને જામનગરના વિવિધ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. પીજીવીસીએલ દ્વારા હાથ ધરાયેલી વીજચેકીંગ કાર્યવાહીથી વીજચોરી કરનારાઓમાં ફફડાટ મચી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular