અખિલ ગુજરાત લોહાણા સમાજના ગઈકાલે રવિવારે વીરપુર ખાતે યોજાયેલા મહાસંમેલન તથા નવનિર્વાચિત પ્રમુખને આવકારવાના આયોજનમાં ફક્ત સૌરાષ્ટ્ર કે ગુજરાતના જ નહીં, પરંતુ અન્ય પ્રાંતના રઘુવંશી ભાઈઓ-બહેનોની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ આયોજનમાં ખંભાળિયા મહાજનના ટ્રસ્ટી સહિતના આગેવાનો અને હોદ્દેદારો પણ જોડાયા હતા.
અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ તરીકે હાલારના અગ્રણી અને સેવાભાવી યુવા કાર્યકર જીતુભાઈ લાલની નિયુક્તિ કરવામાં આવી છે.
આ વરણીને આવકારવા માટે તથા સાથે સાથે જ્ઞાતિના મહા સંમેલન પ્રસંગે વીરપુર ધામ ખાતે ઉમટી પડેલા રઘુવંશી જ્ઞાતિના શ્રેષ્ઠીઓ, આગેવાનોમાં ખંભાળિયાના લોહાણા મહાજનના ટ્રસ્ટી કમલેશભાઈ વિઠલાણી, પ્રતાપભાઈ દતાણી, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, પીઢ પત્રકાર રમણીકભાઈ રાડીયા, જેમિનીબેન યોગેશભાઈ મોટાણી, કાઉન્સિલર મહેશભાઈ રાડીયા, નિશીલભાઈ કાનાણી, કુંજનભાઈ રાડીયા, મનુઅદા સોમૈયા, કિરીટભાઈ મજીઠીયા, જયેશભાઈ નથવાણી, પરેશભાઈ સામાણી, હાર્દીક મોટાણી, સહિતના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. જેમણે અખિલ ગુજરાત લોહાણા સમાજના નવ નિર્વાચિત પ્રમુખ જીતુભાઈ લાલનું સ્મૃતિ ભેટ વડે સન્માન કરી, આ વરણીને આવકારી હતી.