Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરગોરધનપર નજીક કુતરૂં આડું ઉતરતા બાઇક સ્લીપ થતાં દંપતિનું મોત

ગોરધનપર નજીક કુતરૂં આડું ઉતરતા બાઇક સ્લીપ થતાં દંપતિનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતું દંપતિ કજામનગરથી તેના ઘરે જતા હતા તે દરમ્યાન રજવાડુ હોટલ નજીક પહોંચ્યા ત્યારે બાઇક આડે કુતરૂં ઉતરતા અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા દંપતિનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા ભીમશીભાઇ ધરણાંતભાઇ મારૂ ઉ.વર્ષ 61 નામના વૃધ્ધ ગત તા. 2-9ના રોજના રાત્રિના સમયે જામનગરથી તેમના જી.જે.-10ડીપી -4597 નંબરના બાઇક પર તેમના પત્નિ હીરીબેન ભીમસીભાઇ મારૂ ઉ.વર્ષ 56 સાથે નાઘેડી જતા હતા તે દરમ્યાન ગોરધન પર નામ નજીક રજવાડું હોટલ પાસે પહોંચ્યા ત્યારે બાઇક આડે કુતરૂં ઉતરતા વૃધ્ધ ચાલકે કાબુ ગુમાવી દેતા બાઇક સ્લીપ થવાથી દંપતિ રોડ પરપટકાયું હતું. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ગંભીર હાલતમાં દંપતિને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં ગત તા. 7ના રોજ હિરીબેનનું મોત નિપજયું હતું. જયારે ભીમશીભાઇનું તા. 11ના રોજ સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર હરેશભાઇ દ્વારા જાણ કરાતા એ.એસ.આઇ. સી.ટી. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ દંપતિના મૃતદેહેનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular