Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જનસંપર્ક કાર્યાલયનું આવતીકાલે ઉદ્ઘાટન થશે

જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જનસંપર્ક કાર્યાલયનું આવતીકાલે ઉદ્ઘાટન થશે

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

- Advertisement -

જામનગર દક્ષિણ 79- વિધાનસભા મત વિસ્તારનાં ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીનાં મીગ કોલોનીમાં નિર્મિત નવા જનસંપર્ક કાર્યાલયનો ઉદઘાટન સમારોહ આવતીકાલે તા. 12 ના રોજ સવારે 11:30 કલાકે યોજાયો છે. ઉદઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ મુખ્ય અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે, અને તેઓના હસ્તે જન સંપર્ક કાર્યાલયનું ઉદઘાટન થશે.
ઉપરાંત આ તકે જામનગર અને દેવભૂમિ- દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, નગરના મેયર બીનાબેન કોઠારી, 78 જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રિવાબા જાડેજા, કાલાવડનાં ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગર શહેર ભાજપ ના અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા સહિતનાં આગેવાનો-અગ્રણીઓની પણ આ જનસંપર્ક કાર્યાલયના શુભારંભ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેશે. તાજેતરમાં યોજાયેલ ધારાસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટાયા પછી દિવ્યેશભાઇ અકબરી દ્વારા સતત અને સઘન લોક સંપર્ક વડે લોકોનાં પ્રશ્ર્નોનાં નિરાકરણ અને ભાજપ સરકારની વિકાસની યાત્રા અવરોધ વગર આગળ વધારવા જનસંપર્ક કાર્યાલયનો આરંભ કરવામાં આવી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular