Monday, June 8, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મકાનના તાળા તોડી લાખોની માલમત્તાની ચોરી

જામનગર શહેરમાં મકાનના તાળા તોડી લાખોની માલમત્તાની ચોરી

ગુરૂવારે મદ્યરાત્રિના સમય તસ્કરો ત્રાટકયા : રૂા. 3.56 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી : 43,100ની રોકડ પણ ઉસેડી ગયા : કુલ રૂા. 3.99 લાખની માલમત્તાની ચોરીના બનાવમાં પોલીસે હાથ ધરી તપાસ

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટીમાં રહેતાં વેપારી પ્રૌઢના મકાનના તાળા તોડી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂા. 3,99,100ની માલમત્તા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટી વિસ્તારના ખફી હોલ પાસે વસવાટ કરતાં અલ્તાફભાઇ ગનીભાઇ સમા (ઉ.વ.52) નામના પ્રૌઢ વેપારીના બંધ મકાનમાં ગુરૂવારે મધ્યરાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ લાકડાંના કબાટમાં રાખેલા બે નંગ સોનાના ચેઇન પેન્ડલ સાથે તથા એક જોડી સોનાની કાનની બુટી અને એક સોનાની લેડીઝ વિંટી, મોટા ચાંદીના સાંકળા એક જોડી, ચાંદીની હાથમાં પહેરવાની પોંચી એક જોડી, ચાંદીની નાની ઝાંઝરી એક જોડી, ચાંદીની લક્કી એક જોડી મળી કુલ રૂા. 3,56,000ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂા. 43,100ની રોકડ રકમ મળી કુલ રૂા. 3,99,100નો મુદામાલ ચોરી કરી લઇ ગયા હતા.

આ બનાવ અંગેની અલ્તાફભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કરો વિરૂદદ્ધ ચોરીનો ગુનો નોંધી એફએસએલ તથા ગુનાશોધક શ્વાનની મદદ વડે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular