આગામી ત્રણ વર્ષ પછી ગુજરાત એકમાત્ર એવુ રાજય હશે જેમાં એશીયાટીક સિંહ, દિપડા અને ચિત્તાનો પણ વસવાટ હશે. ડીસેમ્બર 2022-23 માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના કચ્છના બન્ની ગ્રાસલેન્ડના ચિતાના બ્રિડીંગ સેન્ટર તરીકે મંજુરી આપ્યા બાદ રાજયના વન વિભાગે પણ ચિત્તાને આવકારવા માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
કચ્છના વિખ્યાત બન્નીનાં ઘાસિયા મેદાનમાં એશીયાના સૌથી મોટા મેદાનોમાં એક ગણાય છે અને તે લગભગ 2617 ચો.કી.માં પથરાયેલા છે. જે હવે ચિતાનું નવુ ઘર બનશે. હવે ગુજરાતનો વન વિભાગ ઓછામાં ઓછા 16 થી 20 ચિતાને જોડીમાં સ્થળાંતર કરીને લાવી શકાય તે માટે સેન્ટ્રલ ઝુ ઓથોરીટીની મંજુરીની રાહ જોઈ રહ્યો છે. બન્નીના ઘાસીયા મેદાનમાં વસાવવા ચિતાને લાવવાની મંજુરી આ તબકકે 2025 માં શરૂ કરવામાં આવશે. અંદાજે 500 કી.મી.હેકટરનાં વિસ્તારની ફરતે ફેન્સીંગ કરવામાં આવશે તે પછી સફળતા મળતા આગામી દાયકામાં 40 થી 50 ચિતા વસવાટ કરી શકશે તેવી ગણતરી મુકાઈ રહી છે. વન વિભાગનાં સુત્રોના કહેવા પ્રમાણે ચિતા માટે શિકાર તરીકે ચિંકારાની ઉપલબ્ધી પણ ઘાસીયા મેદાનમાં જરૂરી છે તેને ધ્યાનમાં રાખીને ચિંકારા બ્રીડીંગ સેન્ટર પણ ઉભુ કરવા તૈયાર કરી દેવાઈ છે.તે પછી સ્થાનિક લોકોને વિશ્ર્વાસમાં લઈને ચિતાનો વસવાટ કરવાની પણ જવાબદારી છે. કારણ કે ઘાસીયા મેદાનની આજૂબાજુ 48 જેટલા ગામ છે અને લગભગ 60 ટકા પશુ પાલનના વ્યવસાય માટે તેની પર આધારીત છે. કચ્છી ભેંસ ઉંચુ ગુણવતાનું પોષણયુકત દુધ આપવા માટે જાણીતી છે. તેથી પશુપાલનનો વ્યવસાય પણ અહી વિકસ્યો છે. તેથી ચિતાના કારણે તેમને જોખમ ન આવે તે જોવુ પણ જરૂરી છે. ચિતાના વસવાટના સરવાળે પ્રવાસન વધશે અને કચ્છને ભરપુર ફાયદો થશે. બન્નીના ઘાસ થકી આર્થિક ઉપાર્જન પણ મોટુ હોય છે.છેલ્લા વર્ષે હેકટર દીઠ 3 હજારથી 5 હજાર કિલોગ્રામ ઘાસ લેવાયું હતું.લ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં ક્રુનો વન્યપ્રાણી અભ્યારણ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા ચિતાને વસાવ્યા બાદ ગુજરાતમાં ચિતાનું નવુ રહેઠાણ ઉભુ કરવા ડીસેમ્બર-2023 માં જ મંજુરી આપી દેવાઈ હતી.
કચ્છના ઘાસીયા મેદાનના કુલ વિસ્તારમાં ગાંડા બાવળના અનેક વૃક્ષ છે જેને 2015 થી વન વિભાગ દ્વારા દુર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેના સ્થાને ઘાસીયા મેદાનને અનુકુળ છોડ-વૃક્ષોનું સંવર્ધન શરૂ ક્રાયુ છે. અત્યાર સુધી 130 ચો.કી.મ.નાં આ પ્રોજેકટ સફળતાપુર્વક આગળ વધ્યો છે.આગામી વર્ષોમાં તેને 700 ચો.કી.સુધી લઈ જવાશે.