Saturday, July 27, 2024
Homeઆંતરરાષ્ટ્રીયબ્રહ્માંડના રહસ્યો ખોલશે 3200 મેગાપિક્સલનો જમ્બો કેમેરો

બ્રહ્માંડના રહસ્યો ખોલશે 3200 મેગાપિક્સલનો જમ્બો કેમેરો

- Advertisement -

અંતરીક્ષના અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ વિશ્ર્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા બનાવ્યો છે. આ કેમેરા 3200 મેગાપિક્સલનો છે. ’લેગસી સર્વે ઓફ સ્પેસ એન્ડ ટાઈમ’ કેમેરાને ચિલીમાં હાજર રૂબિન ઓબ્ઝર્વેટરીના સિમોની સર્વે ટેલિસ્કોપમાં લગાવવામાં આવશે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી ઓફિસ ઓફ સાયન્સ દ્વારા ખગોળશાસ્ત્રીય તકનીકમાં મહત્ત્વપૂર્ણ એવા એલએસએસટી કેમેરાને બનાવવા માટે યોગદાન આપવામાં આવ્યું છે. બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવાની ક્ષમતા ધરાવતા આ કેમેરાને બનાવવામાં વૈજ્ઞાનિકોને 20 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

- Advertisement -

વૈજ્ઞાનિકોને ભરસો છે કે, આ કેમેરા અંતરીક્ષની એચડી તસવીર લેવા સક્ષમ છે. આ કેમેરા કોસમોસની વિગતો મેળવવાની સાથે ડાર્ક મેટર, ડાર્ક એનર્જી, આકાશગંગા અને સૌરમંડળનો અભ્યાસ કરવા મદદ કરશે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના પ્રોફેસરજેલ્કો ઈવેજિકના જણાવ્યા અનુસાર, આ કેમેરા અંતરીક્ષની નવી ફિલ્મો બનાવવાની સાથે સુંદર તસવીરો લેશે. આ કેમેરા નાની કારના આકારનો છે. તેનું વજન 3000 કિલોગ્રામ છે. તેનો આગળનો લેન્સ 1.5 મીટર એટલે લગભગ 5 ફીટના વ્યાસનો છે. જ્યારે, બીજો લેન્સ 3 ફીટ પહોળો છે. આ બંને લેન્સને ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા વેક્યુમ ચેમ્બરમાં સેટ કરવામાં આવ્યો છે. આ કેમેરાની તસવીરોમાં એટલી બધી વિગતો હશે કે, તેના દ્વાર 25 કિલોમીટર દૂર રહેલા ગોલ્ફ બોલની પણ એચ.ડી. તસવીર લઈ શકાય છે. એ પૂર્ણ ચંદ્રની તસવીરો લઇ શકે છે. હવે, આ કેમેરાને યોગ્ય રીતે બાંધીને 8980 ફીટ ઉંચાઈ પર હાજર ટેલિસ્કોપ સુધી પહોંચાડવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular