Saturday, June 14, 2025
HomeUncategorizedજામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની "નાઇટ ટ્રાફિક ડ્રાઇવ” - VIDEO

જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની “નાઇટ ટ્રાફિક ડ્રાઇવ” – VIDEO

જાહેરમાં મેળાવડો જમાવીને બેસનારાઓએ પોલીસને જોઇને ભાંગ્યા: 12 થી વધુ વાહન ચાલકો દંડાયા અને 4 વાહનો ડીટેઇન કરવામાં આવ્યા

જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગુનાખોરીને અટકાવવા માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા યોજવામાં આવેલી નાઇટ ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો ઝપટે ચડયા હતાં. જેમાં 12 જેટલા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી અને 4 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગર શહેર તથા જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું ની સુચના થી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા નાઈટ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ગતરાત્રી ના જામનગત શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવેલા જુદા-જુદા વિસ્તારોમાં જેમકે પવન ચક્કી સર્કલ, ઓશવાળ હોસ્પિટલ સર્કલ અને દરબારગઢ વિસ્તારોમાં ટ્રાફીક ડ્રાઈવમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોરવ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઈકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલ થી બાઈક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ તથા બાઇક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ 4 જેટલા બાઇક ડીટેઈન કરાયા હતા અને સંખ્યાબંધ લોકો પાસેથી રૂ.7500 હાજર દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જામનગર પોલીસની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- Advertisement -

સિટી-એ ડિવિઝન પોલીસે દુકાનોએ કે, જાહેર સ્થળોએ વાહનો સાઈડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમુક લોકો તો પોલીસને જોઈને ભાંગ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular